જામનગર ૧૮૧ની ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા મળેલ હકીકતના આધારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરીને બાળ લગ્ન અટકાવ્યા હતા અને કાઉનસેલીંગ કરવામાં આવ્યુ હતું.
એક જાગ્રુત નાગરિક દ્વારા ૧૮૧ મા કોલ કરી ને જણાવેલ કે જામનગર શહેર માંથી એક કિશોરીના બાળ લગ્ન થઈ રહ્યા છે જેની ઉમર ૧૫ વર્ષની જ હોય જેથી જામનગર ૧૮૧ ટિમ ને જાણ થતા ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર વૈભવી સ્વામી ,મહીલા પોલીસ તારાબેન તથા પાઈલોટ સુરજીત સિંહ ઘટના સ્થળ પર પહોચ્યા હતા અને કિશોરી નુ કાઉન્સેલિંગ કરીને કિશોરી ના ઉમર દસ્તાવેજ તથા કંકોત્રી તપાસ કરતા જાણવા મળ્યું કે કિશોરીની ઉમર ૧૮ વર્ષ કરતા ઓછી હોય તેથી કિશોરી ના પિતા ને જણાવેલ કે બાળ લગ્ન એ કાયદાકિય ગુનો બને છે.
તેમજ કિશોરીની ઉમર પુખ્તવયની કાયદાની રિતે માન્ય ન થાય ત્યા સુધી લગ્ન ના કરાવવા જોઈએ તે માટે સમજાવેલ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે કિશોરી ના પિતા ને માહિતગાર કરેલ તેમજ કિશોરીનુ કાઉન્સેલિગ કરતા જણાયુ કે કિશોરીની મરજી વિરુધ્ધ આ લગ્ન થતા હોય જેથી તેના માતા - પિતા ને સમજાવેલ છે.
૧૮૧ જામનગર અભયમ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બરબચીયા સર તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર અને જસ્મીનભાઈ કરંગીયા સહિતના સ્થળ પર પહોંચી ગયા હતા ૧૮૧અભયમ ટીમ દ્વારા ઉપરોક્ત બધી સરકારી સંસ્થા સાથે મળી બાળ લગ્ન અટકાવેલ હોય અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application