બરવાળાથી વલ્લભીપુર થઈ ભાવનગર દારૂ અને બિયરનો જથ્થો ભરી આવી રહેલી કારમાંથી વિદેશી દારૂની ૯૮૪ બોટલો અને બિયરના ૨૪૦ ટીન મળી કિ.રૂ.૨,૮૮,૪૮૦ તેમજ ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૭,૯૩,૪૮૦નાં મુદ્દામાલ સાથે બે શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. જો કે દારૂ અને બિયર ભરેલી કારનું પાયલોટિંગ કરતો ભાવનગરનો શખ્સ ફરાર બન્યો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, અર્ટીગા કાર રજી.નં.ૠઉં-૧૨-ઇઋ-૭૬૪૯ માં બે શખ્સો ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઇ બરવાળા તરફથી વલ્લભીપુર તરફ આવે છે. જે બાતમી આધારે વલ્લભીપુર ખાતે બાતમીવાળી ફોર વ્હીલ ગાડીની વોચમાં હતાં તે દરમ્યાન વલ્લભીપુર શહેરના મુખ્ય રોડ પર કારને અટકાવી તલાશી લેતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા કારમાં રહેલ સાહીલશા એમદશા ફકીર (ઉ.વ.૨૬ ધંધો.ગેરેજ રહે.નવાવાસ(પાંડવા) ગામ, મસ્જીદ પાસે, તા.વડગામ, જી.બનાસકાંઠા) અને સુમિત ઉર્ફે મેહુલ જયંતીભાઇ મકવાણા (ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.નવાવાંસ(પાંડવા) ગામ, તા.વડગામ, જી.બનાસકાંઠા રહે.હાલ-સુમનપાર્ક સોસાયટી, કલોલ, તા.કલોલ જી.ગાંધીનગર)ને ઝડપી લઈ બન્નેની પૂછતાછ કરતા યોગેશ ચેલારામ સીંધી (રહે.ભાવનગર)એ મહેસાણાથી દારૂ અને બિયરનો જથ્થો કારમાં ભરી આપ્યાની તેમજ તે કારનું પાયલોટિંગ કરી રહ્યો હતો જે દરમ્યાન પોલીસ ચેકીંગની માહિતી મળી જતાં પોતાની કાર લઈ નાસી છૂટ્યો હોવાની કબૂલાત આપતા કારમાં રહેલ ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વ્હિસ્કી ૭૫૦ ખકની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦, ઓફીસર ચોઇસ ક્લાસીકલ વ્હિસ્કી ૩૭૫ ખકની બોટલો નંગ-૧૯૨ જેની કિ.રૂ.૪૬,૦૮૦, વ્હાઇટ લેસ વોડકા ૧૮૦ ખકની બોટલો નંગ-૬૭૨ જેની કિ.રૂ.૬૭,૨૦૦, કિંગ ફીશર બીયર ટીન નંગ-૨૪૦ જેની કિ.રૂ.૪૩,૨૦૦, અર્ટીગા ફોર વ્હીલ ગાડી રજી.નંબર ૠઉં-૧૨-ઇઋ-૭૬૪૯ કિ.રૂ.૫,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦સહીત મળી કુલ કિ.રૂ.-૭,૯૩,૪૮૦નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલ યોગેશ ચેલારામ સિંધીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અરવિંદભાઇ મકવાણા, અજીતસિંહ મોરી, હીરેનભાઇ સોલંકી, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, મજીદભાઇ સમા, હસમુખભાઇ પરમાર અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech