જુનાગઢ ભાજપના આગેવાને પોતાની જ ઓફિસમાં લમણે ગોળી ધરબી જિંદગી ટૂંકાવી, અવાજ સંભળાતા જ લોકો દોડ્યા

  • May 12, 2025 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢમાં ભાજપ અગ્રણી અને કાઢી સમાજના આગેવાન એવા ભરતભાઈ વાંકે પોતાની જ ઓફિસમાં લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો છે. તેઓના આ પગલાથી સમાજ અને ભાજપમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભરતભાઈ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા હતા. ભરતભાઈએ આપઘાત કેમ કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી. પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ, જુનાગઢમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ભાજપ અગ્રણી ભરતભાઈ વાંકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ઓફિસમાં લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પોતાની ઓફિસમાં જ લમણે ગોળી મારી


લાઇસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી દીધી

જુનાગઢ શહેરમાં ક્ષત્રિય સમાજના અગ્રણી, જૂનાગઢના પૂર્વ તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને જમીન-મકાન લે-વેચ તેમજ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા ભરતભાઈ વાંકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. દોલતપરા નજીક મારુતિ કોમ્પલેક્ષમાં તેની ઓફિસ ઉપર આવેલા રૂમમાં ભરતભાઈ વાંકે લમણે ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે.


રિવોલ્વરમાંથી ગોળીનો અવાજ સંભળાતા જ લોકો દોડી આવ્યાં

રિવોલ્વરમાંથી ગોળી માર્યાનો અવાજ આવતા જ આસપાસના લોકો રૂમ પર એકઠા થયા હતા. લોહી લુહાણ હાલતમાં પડેલા ભરતભાઈ વાંકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. તેમજ તેમના પરિવારજનો પણ દોડી આવ્યાં હતા. ભરતભાઈ વાંકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યાં હતા.


પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ મામલે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, ભરતભાઈ વાંકે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. તેમજ ભરતભાઈ વાંકે કયા કારણોસર આ પગલુ ભર્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ સ્થળેથી રિવોલ્વર ઉપરાંત સેલ્ફોસના ટીકડાઓ પણ મળી આવ્યાં છે. તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરતા પહેલા સેલ્ફોસના ટીકડા પણ લીધા હોય તેવી શક્યતાં છે. જોકે, વધુ વિગત પીએમ રિપોર્ટ આવ્યાં બાદ સામે આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application