જિલ્લાફેર બદલીના હુકમની અમલવારી કરાવવા લાંચ સ્વીકારી: એસીબીના છટકામાં આરોપી શિક્ષકના પુત્રે ફરિયાદીના ટ્યુશન ક્લાસમાં લાંચ સ્વીકારી હોવાનું પુરવાર થયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાફેર બદલીના થયેલા હુકમની શિક્ષણ અધિકારી કચેરીમાંથી અમલવારી કરાવી આપવા મહિલા શિક્ષિકાના ભાઈ પાસેથી રૂપિયા 55 હજારની લાંચના ચાર વર્ષ પહેલાના કેસમાં રાજકોટ સ્પેશિયલ અદાલત દ્વારા શિક્ષક રોશન જશુભાઈ પટેલ અને તેના પુત્ર જીનલ પટેલ બંનેને સાત વર્ષની કેદ અને રૂપિયા સાડા ચાર લાખ દંડનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, ફરીયાદી રાજકોટના વ્રજેશભાઈ અજુડિયાએ તા.19/ 12/ 2019ના રોજ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી કે, તેઓએ તેમની બહેનની શિક્ષક તરીકે જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી કરી આપવામાં આવેલ, પરંતુ આ બદલીના હુકમની અમલવારી કરવામાં આવતી નથી. આ કારણે ફરીયાદી શિક્ષણ વિભાગ, ગાંધીનગર ખાતે રજુઆત અર્થે ગયેલ હતા. ત્યાં કચેરીની બહાર જામનગર જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી રોશન જશુભાઈ પટેલ (ઉ.વ. 50) મળેલ અને તેણે બદલીના હુકમની અમલવારી કરાવી આપવા માટે રૂા.55 હજારની લાંચની માંગણી કરી હતી. આથી વ્રજેશભાઈએ એસીબીમાં ફરિયાદ કરી હતી. આથી છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ફરીયાદી પાસેથી આ રકમ મેળવવા માટે આરોપી રોશન પટેલે ફરીયાદીના પ્રાઈવેટ ટયુશન કલાસ ખાતે પોતાના દિકરા જીનલ પટેલને મોકલેલ હતા. ટ્રેપ દરમ્યાન ફરીયાદી પાસેથી રૂા.55 હજાર સ્વીકારતા જીનલ પટેલ ઝડપાઈ ગયેલ હતા. તેમાં બંને સામે લાંચ-રુશ્વત નો ગુનો નોંધાયો હતો, એસીબી પોલીસની તપાસના અંતે બંને પિતા-પુત્ર સામે ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું.
આ કેસ ચાલવા ઉપર આવતા આરોપી રોશન પટેલ તરફે બચાવ લેવામાં આવેલ કે, તેમનો પુત્ર જીનલ પટેલ ફરીયાદીના ટયુશન કલાસમાં ટયુશન માટે જતો હતો પરંતુ ફરીયાદીનુ ટયુશન તેમને યોગ્ય ના લાગતા રૂા.55,000/- ની આપેલ ફી પરત આપવાની હતી. તેથી આ રકમ લાંચની ન હતી.
જે સામે સરકાર તરફે સરકારી વકિલ એસ. કે.વોરા દ્વારા બચાવ પક્ષની વર્તણુક અંગે જણાવવામાં આવેલ કે, પ્રથમ સાહેદની ઉલટ તપાસ દરમ્યાન આરોપીના બચાવમાં ફક્ત જીનલ પટેલ ફરીયાદીના કલાસમાં જતો હોવાનું જણાવે છે. બીજા સાહેદની ઉલટ તપાસ દરમ્યાન જીનલ પટેલ અને તેમના પત્નિ પણ ફરીયાદીના કલાસમાં જતા હોવાનો ઉલ્લેખ છે. ફરીયાદીની ઉલટ તપાસ દરમ્યાન રૂા.55,000/- ની કોઈ પહોંચ આપવામાં આવેલ હોય તેમ જણાવેલ નથી. બધા સરકારી સાહેદોની જુબાની પુરી થયા બાદ આરોપીએ સૌ પ્રથમ રૂા.55,000/- ની પહોંચ રજુ કરેલ છે, જે ભાડાની પહોંચ હોય તે પ્રકારની છાપેલી પહોંચ છે. આ પહોંચોમાં ફરીયાદીની કોઈ સહી પણ ઓળખાવવામાં આવેલ નથી. આ તમામ સંજોગો જોતા આરોપી શિક્ષક હોવા છતા ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરેલ છે. સરકાર તરફેની આ રજુઆતો માન્ય રાખી ખાસ અદાલતના જજ વી. કે. ભટ્ટે શિક્ષક આરોપી રોશન પટેલ અને તેના પુત્ર જીનલ પટેલને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકસીરવાર ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂા. 4.5 લાખનો દંડ ફટકારેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech