માસના ટુકડા જાહેરમાં ફેંકી દેતા શખ્સો સામે ફરિયાદ
દ્વારકામાં બે શખ્સોએ ગૌવંશને હથિયારો વડે મારી, અને તેના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધાના જઘન્ય બનાવમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેટની સામેના વિસ્તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા દીપક કરસન સોલંકી નામના બે શખ્સો દ્વારા ગૌવંશનું કોઈ પણ તીક્ષ્ણ હથિયાર કે શસ્ત્ર વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં રોશની લાગણી ફેલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકર્નલ સોફિયા કુરેશી પર શિખર ધવનની પોસ્ટ વાયરલ
May 15, 2025 12:49 PMઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech