આ અંગેની હકીકત મુજબ, આશરે બારેક વર્ષ પહેલાં પૂર્વે રંગપર ગામે આવેલ દલસુખભાઈના ભાભી નીમુબેન વેકરીયાની જમીન આવેલ હતી. જે જમીન રમણ ઉર્ફે દશરથ ધનશીંગભાઈ ભાંભોરે ભાગે વાવવા માટે રાખી તેમાં મગફળીનું વાવેતર કરેલ હતું. ત્યાં ભૂંડનો ત્રાસ હોય, પાકને બચાવવા માટે રમણ ઉર્ફે દશરથ ભાંભોરે થઈ લોખંડના તારમાં વીજપ્રવાહ ચાલુ રાખેલ હતો. દરમિયાન તા. ૦૩/ ૦૯/ ૨૦૧૩ના રોજ ફરિયાદીના પતિ રાત્રીના સમયે પાણી વાળવા માટે ગયેલ ત્યારે રમણભાઈએ ભાગે રાખેલ વાડીમાં બાંધેલ વીજ પ્રવાહવાળો તાર પગમાં અડી જતા શોર્ટ લાગતા મરણ પામેલ હતા. અને અંગે રમણ ઉર્ફે દશરથ ભાંભોરે મનુષ્યની જિંદગી જોખમાય તેમ હોવાનું જાણવા છતા ગંભીર બેદરકારી દાખવી લાકડાના થાંભલે બાંધેલ તારમાં વીજ પ્રવાહ પસાર કરતા હતા. જે અંગેની ફરિયાદ, ફરિયાદી દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પડધરી પોલીસે આ બાબતે રમણ ઉર્ફે દશરથ ભાંભોર સામે આઈ.પી.સી કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધે ધોરણ સર ની કાર્યવાહી બાદ તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ હતી. સદરહું કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદી તથા સાહેદોને તપાસ્યા બાદ કોર્ટ દ્વારા આરોપીનું ફરધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવેલ હતું અને ત્યારબાદ સદરહું કેસમાં આરોપીના વકીલ દ્વારા મૌખીક દલીલો કરી હતી, જે ધ્યાને લઈ આરોપી રમણ ઉર્ફે દશરથ ધનશીંગભાઈ ભાંભોરને રાજકોટના દસમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ મોતીભાઈ એન. સિંધવ, બલરામ એસ. પંડીત, ધારા એસ. પંડીત, વંદના જે ગૌસ્વામી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકની નૌટંકી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ન ચાલી
May 06, 2025 10:58 AMજોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો. ૧૨ની પરીક્ષાનું ૯૮% ઝળહળતું પરિણામ
May 06, 2025 10:52 AMકમોસમી વરસાદની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 06, 2025 10:49 AM3 દાયકામાં ગુજરાતે તળાવ અને જળાશયોના ક્ષેત્રમાં 577 ચોરસ કિમીનો સુધારો કર્યો: અભ્યાસ
May 06, 2025 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech