ગત સોમવારે મોડી રાત્રી ના ધ્રોલના ખાખર ગામે એક સૂતેલી આદિવાસી મહિલા પર ત્રાટકેલો દીપડો હાથે બચકા ભરી અંધારામાં ગાયબ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને પડધરી, ભૂતકોટડાનાં દવાખાને પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ, જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખાખરા ગામે સહદેવસિંહ જાલુભા જાડેજાની વાડીએ રમતુંબેન રતનાભાઇ વાત્સલ્યા (ઉ.વ.૪૫) નામની આદિવાસી મહિલા રાત્રીના સૂતી હતી. ત્યારે દોઢ વાગ્યા ની આસપાસ અચાનક ત્રાટકેલા દીપડાએ રમતુબેન હાથે બચકા ભરી લેતા ત્યાં વાડી ખેતરમાં સૂતેલા અન્ય મજુરોમાં હોાને દેકારો થયો હતો. ત્યારે પલકવારમાં દીપડો અંધારમાં ગાયબ થઇ ગયો હતો. બીજીબાજુ લોહીલુહાણ આદિવાસી મહિલાને પ્રથમ પડધરી ભૂતકોટડા દવાખાને પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
આ બનાવની જાણ પરથી સંબંધિત વનતંત્રનો કાફલો ખાખરા ગામે દોડી જઇ દીપડાના સગડ મેળવવાં કવાયત આદરી હતી. સિવિલ હોસ્પિટલ બિછાનેથી ઇજાગ્રસ્ત મહિલાના પરીવારજનોએ જણાવ્યું હતું કે, રતનાભાઇ છેલ્લા ૧૦ વર્ષ થી ઉપરોક્ત બાપુની વાડીએ રહીને ભાગીયામાં વાવેતર કરે છે. તેઓ મુળ મધ્યપ્રદેશ પંથકના છે. ઇજાગ્રસ્ત મહિલાને ૧ દિકરો અને ૩ દીકરી છે. સદનશીબે રમતુબેનનો બચાવ થયો છે. નોંધનીય છે કે રવિ-સોમવારે ઢાંઢણી ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્ય હતું. હવે ખાખરા ગામે ત્રાટકેલો દીપડો તે જ છે કે કેમ? તે અંગે વનવિભાગે તપાસ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech