દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી માહિતી મળી હતી કે, જસદણ ટાઉનમાં જુના બસ સ્ટેન્ડથી આગળ રહેતા દિલીપ વલકુભાઈ ધાધલે પોતાના કબજા વાળા જીડીએસ ગેસ્ટ હાઉસ નીચે આવેલ દુકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડતા દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા 2.51 લાખની કિંમતનો 360 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દુકાનમાંથી દારૂનો આ જથ્થો અને ફ્રુટના પ્લાસ્ટિકના કેરેટ નંગ 10 સહિત કુલ રૂપિયા 2,52,724 નો મુદ્દામાલ કબજે કરી અહીં દારૂનો જથ્થો ઉતારનાર ગેસ્ટ હાઉસ સંચાલક દિલીપ વલકુભાઈ ધાધલ (રહે. ધાધલ શેરી, જસદણ) વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે
આ કામગીરીમાં જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બીજાનીની રાહબરી હેઠળ એએસઆઈ જયંતીભાઈ મજેઠીયા, હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ખટાણા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ છૈડા, અનિલભાઈ સરવૈયા, સંજયભાઈ રાણવા, લાખાભાઈ મુછાર અને અજીતભાઈ સોનારા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech