મવડી-કણકોટ રોડ પર શ્યામલ ઉપવન પાસે સમીસાંજનાં યુવાનનાં હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સને તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે પરસાણા ચોક પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને બાઈક કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૨૭/૩/૨૦૨૫નાં રાત્રીનાં મવડી-કણકોટ રોડ પર શ્યામલ ઉપવન સોસાયટી પાસે વિઠ્ઠલ રાદડિયા ચોક, મવડી ગામ જવાના રસ્તે મોબાઈલની ફલેશ લાઈટ ચાલુ કરી પગપાળા જઈ રહેલા યુવાનનાં હાથમાંથી અજાણ્યો બાઈકચાલક રૂા.૨૨,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન ચીલ ઝડપ કરી ગયો હતો જે અંગે ગત તા.૪/૪/૨૦૨૫નાં રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચીલઝડપનાં આ બનાવને લઈ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એમ.એચ.મહારાજ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, અજયભાઈ ભુંડીયા અને કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે રાદડિયા ચોકથી મવડી ગામ જવાના રસ્તે શંકાસ્પદ બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જેની પુછતાછ કરતાં તેનું નામ ધરમ ઉર્ફે રોહિત પરેશભાઈ કતીરા (ઉ.વ.૨૯, રહે.નવલનગર શેરી નં.૯) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખ્સની આગવીઢબે પુછપરછ કરતાં તેણે ચીલઝડપની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને બાઈક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech