દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેય, ડીવાયએસપી સાગર રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ દ્વારકા પીઆઇ ડી.એ.ભટ્ટ, પીએસઆઇ ટી.ડી. ચુડાસમાની સુચના મુજબ દ્વારકા સર્વેલન્સ સ્કોડના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન કુલદીપસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, કુલદીપભાઇ ખુમાણને બાતમી હકીકત મળેલ કે વેરાવળ પોલીસ સ્ટેશનના આર્મ્સ એકટના કામેનો આરોપી રમેશ ઉર્ફે ગોવાળીયો અરજણ ચાવડા રહે. નવા રબારીવાડા, રેઅન ફેકરીની બાજુમાં વેરાવળવાળો હાલ ઉપોરકત ગુનાના કામે સાબરમતી જેલ અમદાવાદ ખાતે સજા ભોગવી રહેલ હોય જેલમાંથી વચગાળાના જામીન પર છુટયા બાદ ફરાર હોય હાલ દ્વારકા કીર્તી સ્તંભ પાસે આવેલ હોય જે હકીકત આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વેરાવળ સીટી પોલીસને સોપી આપવા તજવીજ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટી-20 અને વનડેમાં ભારતનો દબદબો યથાવત
May 06, 2025 10:12 AMટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech