રાજકોટ પોરબંદર વેરાવળ માં મહત્તમ તાપમાન નો પારો 35 ડીગ્રી ને પાર કરી ગયો છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
રાજકોટમાં 35.3 પોરબંદરમાં 35.2 વેરાવળમાં 35 જામનગરમાં 33.2 કંડલામાં 34.6 નલિયામાં 33.4 અમદાવાદમાં 34.4 વડોદરામાં 34 ભુજમાં 33.7 દાહોદમાં 32.2 ડાંગમાં 34 ડીસામાં 33.7 અને ગાંધીનગરમાં 34.8ઓ મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે. ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી છે અને હજુ તેમાં વધારો થશે તેવી આગાહી છે તો બીજી બાજુ આસામ નાગાલેન્ડ મેઘાલય અરુણાચલમાં વરસાદ વરસી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના કારણે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રિજીયનમાં હિમવષર્િ સાથે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી હરિયાણા ચંદીગઢ રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીસા સહિતના રાજ્યોમાં પણ જુદી જુદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આજથી આગામી તારીખ 22 સુધી આ વિસ્તારોમાં રાજ્યોમાં વરસાદ માટેનું એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાતમાં મહત્તમની સાથો સાથ લઘુતમ તાપમાન પણ હવે 18 થી 20 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે. સવારથી આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતો હોવાથી પંખા એસી ચાલુ થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોખીરા બસસ્ટેશન સામે મકાનોમાં પાણી ઘૂસે નહી તે માટે તંત્ર આગોત આયોજન કરે
May 09, 2025 02:37 PMજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech