ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ
ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જાણીતા દાતા અરવિંદભાઈ શાહ તથા શ્રીમતી તારાબેન શાહ પરિવાર (હાલ યુ.કે.)ના સહયોગથી યોજવામાં આવેલા આ નિદાન સારવાર કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનીશિયનો તેઓની સેવાઓ આપશે. અહીં દર્દીઓને સ્થળ પર તપાસી અને દવા તેમજ સારવાર બાદ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે રાજકોટ લઈ જઈ અને નેત્રમણી સાથેનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે.
આ સાથે દાતાઓના સન્માન ઉપરાંત આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી જનરલ સર્જન ડો. ઓ.પી. શાંખલા તેમજ બાળરોગ નિષ્ણાંત ડો. રાજેશ બરછા ખાસ ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech