મોદી આજે બપોરે જેદ્દાહ પહોંચશે. ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની જેદ્દાહની આ પહેલી મુલાકાત હશે. મંગળવારે પહેલા દિવસે, ભારત અને સાઉદી અરેબિયા ઓછામાં ઓછા છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક અન્ય કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથેની મુલાકાતમાં હજ સંબંધિત મુદ્દાઓ, ખાસ કરીને ભારતીય યાત્રાળુઓ માટેના ક્વોટા પર ચર્ચા કરશે.
બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે તેમાં અવકાશ, ઉર્જા, આરોગ્ય, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવારે મોડી રાત સુધી રિયાધમાં બેઠકોનો દોર ચાલુ રહ્યો. એક ડઝનથી વધુ એમઓયુ ચર્ચા હેઠળ છે, જેમાંથી કેટલાક પર સત્તાવાર સ્તરે હસ્તાક્ષર કરવામાં આવશે.
ભારતીયો કામ કરતા હોય તેવી ફેક્ટરીની પણ મોદી મુલાકાત લેશે
સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના આગમનના 24 કલાક પહેલા વેપાર, રોકાણ અને સંરક્ષણ સંબંધિત વધારાના કરારોને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા. બુધવારે, પ્રધાનમંત્રી મોદી એવી એક ફેક્ટરીની પણ મુલાકાત લેશે જ્યાં ભારતીય કામદારો કાર્યરત છે. પીએમ મોદીની આ મુલાકાત આવતા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાઉદી અરેબિયાની મુલાકાત પહેલા થઈ રહી છે.સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત સુહેલ અજાઝ ખાને જણાવ્યું હતું કે, જેદ્દાહ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે જોડાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે કારણ કે તે સદીઓથી બંને દેશો વચ્ચે વેપાર માટે એક મુખ્ય બંદર રહ્યું છે. તે મક્કાનું પ્રવેશદ્વાર પણ છે. ઉમરાહ અને હજ માટે આવનાર દરેક વ્યક્તિ પહેલા જેદ્દાહ પહોંચે છે અને પછી મક્કા જાય છે.
હજ યાત્રા પર પણ ચર્ચા થશે
અધિકારીઓએ વધુમાં કહ્યું કે, હજ એક ખૂબ જ મહત્વપૂર્ણ યાત્રા છે અને ભારત સરકાર તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. લઘુમતી બાબતોનું મંત્રાલય આ કાર્યક્રમનું આયોજન કરે છે. દ્વિપક્ષીય વાટાઘાટોમાં આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. હજ અંગે ભારત અને સાઉદી સરકાર વચ્ચે હંમેશા સારો સમન્વય રહ્યો છે.૨૦૧૪માં ભારતનો હજ ક્વોટા ૧,૩૬,૦૨૦ હતો, જે ૨૦૨૫ માટે વધારીને ૧,૭૫,૦૨૫ કરવામાં આવ્યો છે. આમાંથી ૧,૨૨,૫૧૮ હજયાત્રીઓ માટેની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, કમ્બાઈન્ડ હજ ગ્રુપ ઓપરેટરો દ્વારા કરારમાં વિલંબને કારણે આ વર્ષે લગભગ 42,000 ભારતીય યાત્રાળુઓ હજ કરી શકશે નહીં.
આ સમયગાળા દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ 2019 માં સ્થાપિત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. પીએમ મોદીને 2016 માં સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech