ટિકિટ કેન્સલ થવાની પીડા રાજકારણીઓ કરતાં કોણ સારી રીતે સમજે? કેટલાક ટિકિટ કપાતા પાર્ટી છોડી રહ્યા છે, યારે કેટલાક સ્ટેજ પર જ આંસુ વહાવી રહ્યા છે. આ જ તસવીર અરરિયામાં જોવા મળી જયારે લાલુની પાર્ટી આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમ સ્ટેજ પર સમર્થકોને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયા અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. જેના પછી ત્યાં હાજર તેમના સમર્થકોએ તેમને સાંત્વના આપી હતી. મહત્વની વાત એ છે કે સરફરાઝના સગા નાણા ભાઈને ટીકીટ આપવામાં આવી છે છતાં તે દુ:ખી હતા.
પોતાના પિતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહરાય મંત્રી તસ્લીમુદ્દીનને યાદ કરતાં સરફરાઝ આલમની આંખો ભીની થઈ ગઈ. આ દરમિયાન તેમણે લાલુ યાદવ અને તેજસ્વી પર પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરજેડીએ સરફરાઝ આલમના નાના ભાઈ શાહનવાઝ આલમને અરરિયાથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમનો રડવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્ટેજ પર રડતા જોવા મળી રહ્યાં છે. નજીકમાં ઉભેલા લોકો અને તેમના સમર્થકો તેમના આંસુ લૂછી રહ્યા છે અને તેમને શાંત કરાવે છે. સરફરાઝ આલમ વિદ્ધ અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે. સરફરાઝ આલમે લાલુ યાદવ પર ટિકિટ વેચવાનો પણ આરોપ લગાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech