અમિતાભ બચ્ચન તેમની સ્ટ્રીકટ જીવનશૈલી માટે જાણીતા છે. તે હવે ન તો ધૂમ્રપાન કરે છે કે ન તો દારૂ પીવે છે પરંતુ શું જાણો છો કે એક સમય એવો હતો જ્યારે અમિતાભ દિવસમાં 200 સિગારેટ પીતા હતા. આ વિશે અમિતાભે એક જૂના ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. અમિતાભે જણાવ્યું કે તેઓ નોન-વેજ નથી ખાતા પણ તેમની પત્ની જયા ખાય છે.
અમિતાભ 200 સિગારેટ પીતા હતા
અમિતાભે કહ્યું- 'હું ધૂમ્રપાન નથી કરતો, દારૂ નથી પીતો કે ન તો માંસ ખાઉં છું. આ કોઈ ધર્મને કારણે નથી પરંતુ ટેસ્ટને કારણે છે. મારા કુટુંબમાં મારા પિતા શાકાહારી હતા અને મારી માતા નહોતી. એ જ રીતે જયા માંસ ખાય છે અને હું નથી ખાતો. હું પહેલા માંસ ખાતો હતો. હું દારૂ પીતો અને ધૂમ્રપાન પણ કરતો, પણ હવે મેં બધું છોડી દીધું છે.
'કોલકત્તામાં હું રોજ 200 સિગારેટ પીતો હતો, હા 200. પણ મુંબઈ આવ્યા પછી મેં છોડી દીધું. હું કાંઈ પણ પીતો, જે હાથમાં આવે પરંતુ થોડા વર્ષો પહેલા મેં નક્કી કર્યું કે મારે તેની જરૂર નથી. આ આદતોથી મને કોઈ સમસ્યા નથી થતી સિવાય કે જ્યારે હું વિદેશમાં શૂટિંગ કરું છું. કારણકે ત્યાં શાકાહારી ખોરાકને લઈને સમસ્યા છે.
કોલેજના દિવસોમાં અમિતાભને ઝઘડા થતા હતા
અમિતાભે વધુમાં કહ્યું કે તેઓ અહિંસક વ્યક્તિ છે. અમિતાભે કહ્યું- મને નથી લાગતું કે હું હિંસક વ્યક્તિ છું. હું મારો ગુસ્સો પણ ગુમાવતો નથી. હા, કૉલેજના દિવસોમાં ઝઘડા થયા હતા પણ બસ એટલું જ. સ્ક્રીન પર લડવું એ ખૂબ જ અવાસ્તવિક છે. તે શાનદાર હોવી જોઈએ અને લોકોએ તેને તે રીતે જ સ્વીકારવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech