લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે તેના તમામ ૨૬ બેઠકના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને આજે રાજકોટ સહિત રાયભરના તમામ શહેર જિલ્લા અને મહાનગરોના પ્રમુખો તથા મહામંત્રીઓને તાકીદે ગાંધીનગર આવી જવા સૂચના મળતા આજે ભાજપનું રાયનું સમગ્ર સંગઠન માળખું ગાંધીનગરમાં ભેગું થયું છે.
લોકસભાની આગામી ચૂંટણી દરમિયાન શું કરવાનું છે તેનું માર્ગદર્શન આજની બેઠકમાં આપવામાં આવ્યું હતું. અત્યારે ભાજપ દ્રારા ઘર ઘર સંપર્ક યાત્રા સહિતના કાર્યક્રમ ચાલી રહ્યા છે. પરંતુ ચૂંટણીના દિવસોમાં રેલી, સભા, સરઘસ સહિતના આયોજનો માટે કેવી તૈયારી કરવી તેનું માર્ગદર્શન અને આગામી નવા કાર્યક્રમો બાબતેની જાણકારી આજની બેઠકમાં આપવામાં આવી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તમામ જિલ્લા શહેર અને મહાનગરોના પ્રમુખો, મહામંત્રીઓ, ભાજપના પ્રદેશ આગેવાનો સહિત ૨૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બપોરે ૧:૦૦ વાગે શ થયેલી આ મીટીંગ દોઢ એક કલાક ચાલી હતી અને તેમાં લોકસભાની આગામી ચૂંટણીની ચર્ચાનો એકમાત્ર એજન્ડા રાખવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈક, ચિનાબ નદી પર સલાલ ડેમના વધુ દરવાજા ખોલ્યા
May 09, 2025 10:34 AMમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech