બરડાડુંગરમાં પોલીસે દા‚ની વધુ એક ભઠ્ઠી તોડી

  • May 06, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બરડા ડુંગરમાં પર્યાવરણને ખૂબ મોટું નુકશાન પહોંચાડીને બુટલેગરો લાકડાનું છેદન કરી ભઠ્ઠી ધમધમાવે છે ત્યારે પોલીસે દા‚ની વધુ એક ભઠ્ઠીનો નાશ કર્યો હતો તે ઉપરાંત જિલ્લાભરમાંથી હજારો ‚પિયાનો દેશી-વિદેશી દા‚ કબ્જે કર્યો હતો.
દા‚ની ભઠ્ઠીનો નાશ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવિઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહીબીશન પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બરડા ડુંગર, જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ સંયુકત હકીકતના આધારે બરડા ડુંગ્રના ફુલજરનેશથી દક્ષિણે અડધો કિ.મી.  દૂર ડુંગરની ટેકરી પર હકીકતવાળી જગ્યાએ સર્ચ  કરી રેઇડ કરતા દેવા અમરાભાઇ કટારા રહે. વીજફાડીયાનેશ, તા. રાણાવાવવાળાની દેશી દા‚ની ભઠ્ઠી મળી આવેલ. હાજર નહી મળી આવેલ અમરાભાઇ કટારાની ભઠ્ઠીમાંથી દેશી દા‚ બનાવવાનો આથો ૪૦૦ લીટર, ખાલી બેરલ નંગ બે, તથા બોઇલર બેરલ નંગ બે તથા ફીલ્ટર બેરલ નંગ બે અને પતરાના ખાલી ડબ્બા નંગ ૧૦ તથા બળતણ(લાકડા) કિલો ૪૦ મળી કુલ કિ.‚ા. ૧૨,૪૭૦નો મુદ્ામાલ મળી આવેલ. મજકુર ઇસમ વિ‚ધ્ધ કાયદેસરની કાર્યવાહી  કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 
આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ હતી.
મોપેડમાં વિદેશી દા‚ની હેરાફેરી
પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં.૭માં રહેતા જિજ્ઞેશ ઉર્ફે જીગો બાલુ ચાવડાને મોપેડમાં વિદેશી દા‚ની એક બોટલ સહિત ૨૦,૫૨૦ના મુદ્ામાલ સાથે નરસંગ ટેકરી પાસેથી પકડી લેવાયો છે. 
દેશી દા‚ના ધંધાર્થીઓ સામે કાર્યવાહી
પોરબંદરના વીરડીપ્લોટમાં રહેતા કરશન ઉગા સાદીયા નામના ઇસમને તેના ઘરમાંથી ૨૮૦૦ ‚ા.ના ૧૪ લીટર દા‚ સાથે પકડી પાડયો હતો અને પૂછપરછ કરતા સાહિલ કાના ખરા નામના દેગામના ઇસમની સંડોવણી ખુલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે. મૂળ મધ્યપ્રદેશના રતલામ તથા હાલ ઓરીએન્ટ ફેકટરી પાછળ મરઘા ઉછેર કેન્દ્ર ખાતે રહેતા ચુનીલાલ દેવીલાલ ડામોર નામના ઇસમને ૪૦૦ ‚ા.ના દા‚ સાથે, સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેકટરીના દંગામાં રહેતા દીપક પ્રેમજી સોમાણી,સુરેશ પ્રેમજી સોમાણી અને રાજુ છગન વાઘેલાને ૨૦૦-૨૦૦ ‚ા.ના દા‚સાથે પકડી લેવાયા છે. છાયાના મા‚તિનગરથી રતનપર જતા રસ્તે રહેતા  માલદે લાખા ઓડેદરાની ગેરહાજરીમાં ૪૦૦ ‚ા.નો દા‚ મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. અમરદડના સીંગલ પ્લોટમાં રહેતા અનિલ બચુ સોલંકીને આદિત્યાણાના બાયપાસ રોડ પરથી ૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લેવાયો છે. 
વાહનચાલકો સામે કાર્યવાહી
કુતિયાણાના ચુનારીવાસમાં રહેતા વિપુલ રામભાઇ ઓળવને નશાની હાલતમાં બાઇક ચલાવતા ડ્રાઇવીંગ લાયસન્સ વગર ચુનારીવાસ તરફના રસ્તેથી પકડી લીધો હતો. છાયા રતનપર રોડ પર કેનાલ પાસે રહેતા ભાવિન હસમુખ ભરડવાને નશાની હાલતમાં બાઇક ચલાવતા જ્યુબેલી ચાર રસ્તેથી પકડી લેવાયો હતો.
છરી સાથે ઝડપાયો
ખારવાવાડના ભાટીયા બજારમાં કેશવ સ્કૂલ પાસે રહેતા આશિષ ઉર્ફે ટકો કિશોર મસાણીને ૧૦ ‚ા.ની છરી સાથે વોરાવાડ વિસ્તારમાંથી પકડી લેવાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application