ઉપલેટા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડીયાએ રૂપિયા લઈને ટિકિટ વેચી હોવાના વાયરલ થયેલા પત્રનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં આ મામલે પોલીસ ફરિયાદ થયા પછી પોલીસે તપાસમાં પોતાને ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ઉપલેટા ભાજપના આગેવાન અશોક લાડાણીએ કરતા આ સમગ્ર પ્રકરણમાં બળતણમાં ઘી હોમાયુ હોય તેવું બન્યું છે.
જોકે પોલીસ આવા આક્ષેપનો ઇનકાર કરીને જણાવે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપનો એક લેટર વાયરલ થયો હતો. જે મામલે એક અરજી થતા તપાસ માટે પોલીસે કેટલાક લોકોને બોલાવી પૂછપરછ કરી હતી. આમાં કોઈને હેરાન પરેશાન કરાયા નથી કે ટોર્ચર કરવામાં આવેલ નથી. આ સમગ્ર બાબત સાઇબર ક્રાઇમની તપાસનો વિષય છે અને તેમાં તપાસ ચાલુ છે. જો કોઈ મામલે ખોટું થયા હોવાનું સામેલ વ્યક્તિઓને લાગતું હોય તો તે ફરિયાદ કરી કાર્યવાહી કરી શકે છે.
અમરેલી અને રાજકોટ શહેર તથા જિલ્લામાં ભાજપના આંતરિક વિવાદના નામે અનેક પત્ર અને વિડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. આવો જ વિડીયો ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડીયાને લગતો પત્ર વાયરલ થયો હતો અને તેમાં તેમણે ઉમેદવારોની પસંદગીમાં રૂપિયા લઈને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પૂરી થયા પછી એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ આ વિવાદિતપત્ર વાયરલ થયો હતો અને તેમાં રવિ માકડીયા સામે પૈસા લઈને ટિકિટ આપવા સહિત અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અશોક લાડાણીએ આ પત્ર ભાજપના ગ્રુપમાં મુકતા વિવાદ વકર્યો હતો અને પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. ફરિયાદ અરજી મળ્યા પછી પોલીસે તપાસ માટે ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરોને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને અશોક લાડાણીના ઘરેથી તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech