આજકાલ પ્રતિનિધિ-ભાવનગરમહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અસ્થાયી દબાણો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આંબાચોક, કાળીયાબીડ, સીદસર બાયપાસ તેમજ બોરતળાવ, કુમુદવાડી સહિતના વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા અસ્થાયી તેમજ મંજૂરી વગર બનાવી લેવાયેલા શેડ સહિતનું દબાણ હટાવી માલસામાન જપ્ત કરાયો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના આંબાચોક વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે અસ્થાયી દબાણ હટાવ્યા બાદ એજ સ્થળે પુન: દબાણ ઉભું કરતા ફરીથી મુખ્ય રોડ પર થી અસ્થાયી દબાણ દૂર કરી ૮ લારી અને ૨ ટેબલ જપ્ત કર્યા બાદ શહેરના પરા વિસ્તાર કાળિયાબીડમાં આવેલ ખોડીયાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન નજીક થયેલ અસ્થાથી દબાણ દુર કરી ૧ શેડ, ૧ જાળી અને અન્ય માલસમાન તેમજ વગર મંજૂરીના ૩ બોર્ડ ઉતારી જપ્ત કરેલ જ્યારે આદર્શ નિવાસી શાળા સિદસર-વાળુકડ રોડ, સિદસર બાયપાસ નજીકથી અસ્થાથી દબાણ દૂર કરી ૨ થરખા (પતંગની દોરીના) ૧ ખુરશી તેમજ અડચણરૂપ ૧ શેડ હટાવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાંથી અસ્થાયી દબાણ દૂર કરી ૨ ગેસના ચૂલા, ૧ લારી, ૫ ટેબલ, ૪ બંડલ પાણીની નળી, ૭ પાઈપ, ૧ કેમ તેમજ અન્ય સમાન જપ્ત કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech