(આરબીઆઈ) એ એક ગંભીર મામલા પર લોકોને ચેતવણી આપી છે. આરબીઆઈ ગવર્નર શકિતકાંત દાસનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખોટા દાવા કરવા માટે ગવર્નરના અવાજ અને ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ અમુક રોકાણ યોજનાઓ શ કરી છે અથવા તેને સમર્થન આપ્યું છે.
આરબીઆઈએ ગઈકાલે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ દ્રારા લોકોને આ નકલી વિડિયો વિશે સતર્ક રહેવા અપીલ કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ધ્યાનમાં આવ્યું છે કે ગવર્નરના નકલી વીડિયો સોશિયલ મીડિયા પર સકર્યુલેટ કરવામાં આવી રહ્યા છે. તે આરબીઆઈ વતી કેટલીક રોકાણ યોજનાઓ શ કરી અથવા તેને સમર્થન આપવાનો દાવો કરે છે.
ડીપફેક એ એક અધતન તકનીક છે જેમાં વિડિયો અને આડિયોને એટલી કુશળતાથી સુધારવામાં આવે છે કે તે અસલ જેવો દેખાય છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને શકિતકાંત દાસના ફોટા અને અવાજ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ નકલી વીડિયોમાં લોકોને કેટલીક રોકાણ યોજનાઓમાં પૈસા રોકવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આરબીઆઈએ સ્પષ્ટ્રતા કરી છે કે આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે અને તેનો હેતુ લોકોને ગેરમાર્ગે દોરીને નાણાકીય છેતરપિંડી કરવાનો છે.
આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આરબીઆઈ સ્પષ્ટ્ર કરે છે કે તેના અધિકારીઓ આવી કોઈપણ પ્રવૃત્તિઓમાં સામેલ નથી અથવા તેને સમર્થન આપતા નથી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આરબીઆઈ કયારેય નાણાકીય રોકાણની સલાહ આપતું નથી. આ સાથે આરબીઆઈએ લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતા આવા ડીપ ફેક વીડિયોથી સાવચેત રહે અને આવા ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરે.
નાણાકીય છેતરપિંડી માટે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ તાજેતરના વર્ષેામાં ઝડપથી વધ્યો છે. આ ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરીને તેમની પાસેથી પૈસા પડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરબીઆઈએ લોકોને સલાહ આપી છે કે કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા હંમેશા પ્રમાણિત અને વિશ્વસનીય ક્રોતો પાસેથી માહિતી મેળવો. કોઈપણ અજાણી અથવા શંકાસ્પદ લિંક પર કિલક કરશો નહીં અને કોઈપણ વિડિયોની સત્યતા તપાસો.
ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ માત્ર નાણાકીય છેતરપિંડી પૂરતો મર્યાદિત નથી પરંતુ તેનો રાજકીય પ્રચાર, અફવાઓ ફેલાવવા અને વ્યકિતઓને બદનામ કરવા માટે પણ દુપયોગ થઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ટેકનોલોજીના આ પડકારનો સામનો કરવા માટે જાગકતા અને સાયબર સુરક્ષા પગલાંને મજબૂત બનાવવું ખૂબ જ જરી છે. આરબીઆઈએ લોકોને અપીલ કરી છે કે જો તેઓને આવો કોઈ શંકાસ્પદ વીડિયો અથવા માહિતી મળે તો તેઓ તરત જ આરબીઆઈ અથવા સાયબર ક્રાઈમ વિભાગને તેની જાણ કરે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech