અખિલ ભારતીય કોંગ્રેસ મહા સમિતિ એ રાષ્ટ્ર્રીય સ્તરે સંગઠનના નવસર્જનનો પાયો ગુજરાત થી નાખવાની ઘોષણા કરી છે આ ઘોષણા સાથે ૮૪ માં રાજયમાં અધિવેશન નું સમાપન થયું હતું રાષ્ટ્ર્રીય સંગઠનના મહાસચિવ કે.સી વેણુગોપાલે આ અંગેની મહત્વની ઘોષણા કરી હતી અને ફરી આગામી તારીખ ૧૫ એપ્રિલની આસપાસ રાહત્પલ ગાંધી અને ખડગે ગુજરાત આવશે તેવા સ્પષ્ટ્ર સંકેત આપી દીધા છે.
અમદાવાદમાં મળેલી કાર્યકારિણીની બેઠકમાં વિસ્તૃત રીતે મંથન કરાયું હતું અને લોકસભામાં વિપક્ષી નેતા રાહત્પલ ગાંધીએ સ્પષ્ટ્ર કયુ હતું કે, હવે જિલ્લ ા સમિતિઓને જ મજબૂત કરવી પડશે. જિલ્લ ા પ્રમુખોની પસંદગી માટે એક પારદર્શક રણનીતિનો અમલ કરવો પડશે.
અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિએ તેના રાષ્ટ્ર્રીય સ્તરે સંગઠનના નવસર્જન માટેનો પાયો ગુજરાતથી નાખવાની ઘોષણા કરી છે. ૬૪ વર્ષ બાદ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા ગુજરાતના અમદાવાદમાં ઐતિહાસિક સાબરમતી નદીના તટ પર યોજાયેલા ૮૪મા રાષ્ટ્ર્રીય મહાઅધિવેશનના સમાપન વેળાએ રાષ્ટ્ર્રીય સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ મહત્ત્વની ઘોષણા કરી હતી. આ તકે વેણુગોપાલે જાહેર કયુ હતું કે, કોંગ્રેસ નેતૃત્વ સંગઠનમાં સુધારા માટે આગળ વધી રહી છે એની શઆત ગુજરાતથી થશે. લોકસભામાં વિપક્ષી નેતા રાહત્પલ ગાંધી અને રાષ્ટ્ર્રીય અધ્યક્ષ મલ્લિ કાર્જુન ખડગે દરેક રાયોના પ્રવાસ કરશે. આ પ્રવાસની શઆત ૧૫મી એપ્રિલ ની આસપાસ ગુજરાતથી થશે.
કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં એક જૂથ થઇને ભાજપ સામે બમણી બેઠકો પર વિજય મેળવ્યા પછી મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા જેવા રાયોમાં સત્તા મેળવી શકી નથી તેમજ ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તાથી દૂર છે તેના કારણોના મંથન બાદ રાષ્ટ્ર્રીય નેતૃત્વએ જિલ્લ ાથી લઇને ગ્રામ્ય સ્તર સુધીના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે.આ બંને નેતાઓ એક દિવસના પ્રવાસની શઆત પ્રદેશ નેતાઓની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક સાથે કરશે અને એ પછી જિલ્લ ા બેઠક કરી ગેઇમ ચેન્જર સાબિત થશે, એમ કહી તેમણે ઉમેયુ કે, જિલ્લ ા પ્રમુખોને નવી સત્તા અને એની સાથે જવાબદારીઓ સોંપવામાં આવશે.
આ પ્રમુખ પોતાના વિસ્તારમાં છેક જમીની સ્તરની કમિટીઓના ગઠન કરશે. રાહુલ ગાંધી અને ખડગે ૧૫મી એપ્રિલ આસપાસ ગુજરાત આવશે. આ પછી ૨૦મીએ તેઓ રાજસ્થાન જશે. દરેક રાયોમાં આ જ રીતે બંને નેતા જઇને બેઠકો યોજશે. કોંગ્રેસે ૨૦૨૫ના વર્ષને સંગઠનનું વર્ષ જાહેર કયુ છે અને આ નવી રણનીતિ થકી ગુજરાતમાં કોંગ્રેસ નવા જોમ જુસ્સા સાથે સત્તા મેળવશે એવો વિશ્વાસ કોંગ્રેસ નેતૃત્વએ વ્યકત કર્યેા હતો. અહીં નોંધવું જરી છે કે, વિતેલા પખવાડિયામાં નવી દિલ્હી ખાતે સમગ્ર દેશભરના જિલ્લ ા પ્રમુખો સાથે રાષ્ટ્ર્રીય નેતૃત્વએ પ્રારંભિક બેઠક યોજીને સંગઠનને કેવી રીતે પુનર્જિવિત કરી શકાય તેની ચર્ચા કરી હતી.આ પ્રવાસ દરમિયાન વિવિધ રાયોની સમિતિઓના વડાઓને મળશે. જિલ્લ ા સમિતિઓના વડાઓની પસંદગી માટે બ્લ્યુ પ્રિન્ટ આપી દેવામાં આવી છે. આ સમિતિઓ બ્લોક, તાલુકા અને બૂથ, ગ્રામ્ય સમિતિઓની રચના કરશે. તેમણે એમ પણ કહ્યું કે, જિલ્લ ા સમિતિઓની ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech