રાજકોટમાં રાજ્ય સરકારના ગુડ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ વિભાગ 10માં 90 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો હોવાનું જોઈન્ટ કમિશનર એમ.એ.પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી વર્ષ 2025-26 માટે લક્ષ્યાંક હજી સુધી મળ્યો નથી પરંતુ 10 થી 15 વધારે મળે તેવી સંભાવના તેમને દર્શાવી છે. વધુમાં વર્ષ 2024 25ની જીએસટી વિભાગ 10ની વાર્ષિક આવક માં 10.71 ટકાનો ઘટાડો ભલે થયો હોય પરંતુ 2023ની આવક કરતા 20ટકા વધારે આવક નોંધવામાં આવી છે. એ જ પ્રમાણે 2025-26માં પણ વધારે વેરો વસૂલી શકાય તે માટે અધિકારીઓની ટીમને સજ્જ થવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે 2023-24માં પણ જીએસટી વસૂલવા માટે લક્ષ્યાંક 2573 કરોડ રૂપિયા આપવામાં આવ્યો હતો, જ્યારે આવક 2,457 કરોડ રૂપિયા થઈ હતી. જે પણ લક્ષ્યાંક 90 ટકા જેટલો સિદ્ધ થયો હોવાનું દર્શાવે છે. આમ રાજકોટ જીએસટી વિભાગને છેલ્લા ત્રણ વર્ષથી અંદાજિત 90 ટકા જેટલો લક્ષ્યાંક સિદ્ધ થઈ રહ્યો છે.
સામાન્ય રીતે વેપારીઓને પાસે ટેક્સ વસૂલવા માટે જીએસટી વિભાગ દ્વારા સૌ પ્રથમ ટેક્સ કમ્પલાઇન્સ કરવામાં આવે છે. પત્ર કોના આધારે સ્ક્રૂટિની નોટીસ કાઢવામાં આવતી હોય છે. જેમાં ઇનપુટ ટેક ક્રેડિટ અને ડેટા હોય તેવા સંજોગોમાં પેનલ્ટી થતી હોય છે. આ રીતે વેપારીઓને ડિમાન્ડ કાઢવામાં આવે છે. જેના આધારે વેરાની વસુલાત કરવામાં આવતી હોય છે. એક તરફ એપ્રિલ 2025માં રાજ્ય સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ વિભાગને સમગ્ર રાજ્યની આવક વર્ષ 2024માં 7,024 કરોડની રૂપિયા હતી. જેમાં 21 ટકા વધારો થતાં ચાલુ વર્ષ 2025માં 85 64 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે જીએસટીનો કાયદો અમલમાં આવ્યા અને આઠ વર્ષમાં સૌથી ઊંચી આવક હોવાનું માનવામાં આવે છે. ત્યારે રાજકોટ વિભાગને હજુ સુધી 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ થઈ રહ્યો નથી. તેની પાછળનું કારણ જીએસટીના કાયદામાં સતત થઈ રહેલા ફેરફારોને કારણે ગૂંચવાડા થતા હોવાનું કરવેરા સલાહકારો જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech