રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં સાથે મસાલાની સિઝન જામી છે, આજે મરચાની ભારીઓથી છલકાઇ ઉઠ્યું હતું, આજની હરાજીમાં સુકા લાલ મરચાની ૧૮૦૦૦ મણની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૨૨૦૦ સુધી ઉપજયો હતો. નવી સીઝનની ભરપૂર આવકો શરૂ થતાં આજે ખેડૂતોના કુલ ૯૦૦થી વધુ વાહનોને એન્ટ્રી અપાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, આજે કુલ ૯૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી જેમાં સૂકા મરચા ૧૮૦૦૦ મણ સૂકા મરચા આવ્યા હતા. જ્યારે ચણા ૧૮૦૦૦ મણ, જીરું ૨૨૦૦૦ મણ, તુવેર ૧૦૦૦૦ મણ, ઘઉં ૨૬૦૦૦ મણ અને કપાસની આવક ૧૪૦૦૦ મણ થવા પામી હતી.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે ઉપરોક્ત તમામ જણસીઓ ભરેલા વાહનોને સેક્રેટરી બી.આર.તેજાણીના માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી. આ વેળાએ યાર્ડના ઇન્સ્પેકટર કેતનભાઇ ઝાલાવડીયા, ઓકસનર સ્ટાફ તેમજ સંદીપભાઇ કારીયા સહિતના સ્ટાફએ વ્યવસ્થા જાળવવા જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech