શહેરમાં રહેતી ૩૩ વર્ષીય ત્યકતાને લગ્નની લાલચ આપી ચાની કેબિન ધરાવનાર શખસે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બે વખત ગર્ભાત પણ કરાવી નાખ્યો હતો. આ દરમિયાન આ શખસે ત્યકતા પાસેથી રૂપિયા 2.80 લાખ પણ લઈ લીધા હતાં. બાદમાં લગ્નનો ઇનકાર કરી દેતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના પુષ્કરધામ મેઇન રોડ પાસેના વિસ્તારમાં રહેતી ત્યકતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટામવામાં રહેતા વિપુલ ગોલતાર(ઉ.વ 33) નું નામ આપ્યું છે.
ત્યકતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તેનો પુત્ર પતિ સાથે રહે છે તેમના ઇવેન્ટમાં બાઉન્સર તરીકે ની નોકરી કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2021 માં તે ઇવેન્ટમાં ગયા બાદ કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે અહીં ચાની કેબીને ચા પીવા માટે જતા આરોપી વિપુલ ગોલતાર જે આ કેબિન ચલાવતો હોય તેની સાથે પરિચય થયો હતો. બાદમાં મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ વિપુલ ફરિયાદીને ફોન અને મેસેજ કરી તેની સાથે વાત કરતો હતો ત્યારબાદ બંને મળતા પણ હતા.
આ દરમિયાન આરોપી વિપુલે કહ્યું હતું કે, મારે પત્ની સાથે મનમેળ નથી હું તેની સાથે છૂટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેવી લાલચ આપી હતી. બાદમાં વિપુલે તેના ઘર પાસેના વિસ્તારમાં જ એક રૂમ ફરિયાદીને ભાડે લઈ આપ્યો હતો. બાદમાં આરોપીએ લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન ફરિયાદીને ગર્ભ રહી જતા આરોપીએ બે વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો.
બાદમાં ફરિયાદી લગ્નનું કહેતા આરોપી કોઈને કોઈ બહાનું આપતો હતો અંતે તેણે લગ્નનો ઇનકાર કરી દેતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે આ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે એવું પણ જણાવ્યું છે કે, શારીરિક શોષણની સાથે આરોપી તેને વિશ્વાસમાં લઈ પોતાની જરૂરિયાત હોય તેમ કહી કટકે કટકે કરી કુલ રૂપિયા 2.80 લાખ લઈ ગયો હોય જે પણ પરત ન આપી છેતરપિંડી- વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ મામલે ત્યકતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી વિપુલ ગોલતાર સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ બી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech