રાજકોટમાં છેલ્લા પખવાડિયા દરમિયાન ટ્રાફિક શાખા દ્રારા મોડીફાઇડ સાઇલેન્સરો ધરાવતા બુલેટ સામે ઝુંબેશપે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૯૭ બુલેટ ડીટેઇન કર્યા છે. જેના તમામ મોડીફાઇડ કરેલા સાઇલેન્સર ગાડી લેવામાં આવ્યા હતા.દરમિયાન આજરોજ આ ૩૫૦ સાઇલેન્સર પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પોલીસ દ્રારા દાના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવતો હોય છે પરંતુ આ રીતે સાયલેન્સર પર રોડ રોલર ફેરવવામાં આવ્યું હોય તેવી કામગીરી પ્રથમ વખત જોવા મળી છે.
કોઈપણ વાહનમાં મોડીફાઇડ કરેલા સાયલેન્સર ફીટ કરાવી શકતા નથી. આમ છતાં ખાસ કરીને બુલેટમાં મોડીફાઇડ સાયલેન્સર ફીટ કરાવવાનો એક ટ્રેન્ડ છે. જોકે તેની સામે અત્યાર સુધી ટ્રાફિક બ્રાન્ચ ભાગ્યે જ કાર્યવાહી કરતી હતી. પરંતુ છેલ્લા પખવાડીયાથી ટ્રાફિક બ્રાન્ચે આ અંગે ઝુંબેશ શ કરી હતી અને ૪૯૭ બુલેટ ડિટેઇન કર્યા છે. જેમાંથી ૩૫૦ જેટલા બુલેટ ચાલકોએ ટ્રાફિક બ્રાન્ચનો સંપર્ક કરતા તમામને ઓરીજનલ સાયલેન્સર નખાવા સૂચના આપી હતી એટલું જ નહીં કોર્ટનો હત્પકમ લઇ ટ્રાફિક બ્રાન્ચે મોડીફાઇડ સાયલેન્સર કબજે લીધા છે.
જે પ્રકારે દાના જથ્થા પર પોલીસ રોડ રોલર ફેરવે છે તે જ પ્રકારે કબજે કરેલા ૩૫૦ સાયલેન્સર પર આજરોજ શીતલ પાર્ક પાસે આવેલા ટોઈંગ સ્ટેશને રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી જે.બી.ગઢવીની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ડીટેઇન કરેલા બુલેટમાંથી હજુ ૧૯૭ બુલેટના ચાલકોએ ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યેા નથી. આ તમામ બુલેટમાં પણ સાયલેન્સર કબજે કરી ઓરીજનલ સાયલેન્સર ફીટ કરવા માટે સૂચના આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુલેટમાં મોડીફાઇડ કરેલા સાઇલેન્સર લગાવી,બાઇકને રેસ કરી ફટાકાડા ફોડી રોફ જમાવવામાં આવતો હોય છે પણ તેના લીધે બાજુમાંથી પસાર થતા વાહનચાલક ભડકી જાય અને અકસ્માત થવાનો ખતરો રહે છે.જેથી પોલીસે આ કામગીરી શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech