પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત, રિયો ઓલિમ્પિકસ મેડલ વિજેતા સાક્ષી મલિક અને ભૂતપૂર્વ વલ્ર્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટ ગીતા ફોગાટે રેસલિંગ ચેમ્પિયન્સ સુપર લીગ (ડબ્લ્યુસીએસએલ)ના નામથી નવી ટુર્નામેન્ટ શ કરવાની જાહેરાત કરી છે. આ લીગનો ઉદ્દેશ્ય દેશભરના ઉભરતા કુસ્તીબાજોને મદદ કરવાનો છે. જો કે, તેને હજુ સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા તરફથી સમર્થન મળ્યું નથી કારણ કે આ કુસ્તીબાજોએ તેમની સાથે આ વિશે વાત કરી નથી.
સાક્ષીએ બજરગં પુનિયા અને વિનેશ ફોગાટ સાથે મળીને ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોના વિરોધનું નેતૃત્વ કયુ હતું. બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ છે. આવતા મહિને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા બજરગં અને વિનેશ કોંગ્રેસમાં જોડાયા પછી, સાક્ષીએ પોતાને તેમનાથી દૂર કર્યા.
સાક્ષીએ ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ૫૮ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ગીતા સાથે આ લીગની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. ગીતા ૨૦૧૨ વલ્ર્ડ ચેમ્પિયનશિપમાં ૫૫ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે. બંનેએ જણાવ્યું કે પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા અમન પણ આ લીગમાં તેમની સાથે છે. જો કે, તેણે આ લીગ સાથે અમનના જોડાણ વિશે વિગતવાર માહિતી આપી ન હતી. ગીતાએ આશા વ્યકત કરી કે તેને આ લીગ માટે ફેડરેશન અને સરકાર તરફથી સમર્થન મળશે. ગીતાએ કહ્યું કે, સાક્ષી અને હત્પં ઘણા સમયથી આ લીગનું આયોજન કરી રહ્યા છીએ. તે ટૂંક સમયમાં તેનું અંતિમ સ્વપ લેશે. અમે હજુ સુધી ડબલ્યુએફઆઈ સાથે વાત કરી નથી પરંતુ ફેડરેશન અને સરકાર અમને ટેકો આપે તો સાં રહેશે. આ પહેલી લીગ હશે જે ફકત ખેલાડીઓ દ્રારા જ ચલાવવામાં આવશે. આ લીગ ખેલાડીઓ અને તેમના ફાયદા માટે છે. અમે આ વિચાર અને અભિગમ સાથે તેની શઆત કરવાનું આયોજન કયુ છે જેથી કોઈને તેની સાથે કોઈ સમસ્યા ન થાય. આ અમારા માટે ગર્વની ક્ષણ છે. અમે તેમાં ભાગ લેતા કોઈને રોકીશું નહીં, જો ડબલ્યુએફઆઈ અથવા સરકાર તેમાં સામેલ થાય તો તે વધુ સાં રહેશે. અમે હજુ તેની સાથે વાત કરી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ
May 09, 2025 03:20 PMસરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે રાજકોટ પોલીસ એલર્ટ
May 09, 2025 03:15 PMઆવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારાય
May 09, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech