ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી એક પરિવારના ઘરમાં ગત તારીખ 5 જુલાઈ 2023 ના રોજ ગુનાહિત પ્રવેશ કરી અને સલાયાના માયલોવાસ વિસ્તારમાં રહેતા શાબીર અબુ ઇસ્માઈલ મુગલ નામના શખ્સે અહીં રહેલી આ પરિવારની સગીર વયની પુત્રી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્ય હતું. આટલું જ નહીં, આરોપી દ્વારા સગીરાને આ બાબતે જો તેણી કોઈને કાંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જે અંગે સલાયા મરીન પોલીસ મથકમાં દુષ્કર્મ તેમજ પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં તપાસની અધિકારી વી.એન. સિંગરખીયા દ્વારા ભોગ બનનાર તેમજ આરોપીના મેડિકલ સેમ્પલ મેળવી અને એફએસએલમાં કરવામાં આવેલી તપાસ બાદ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનારની જુબાની, ડોક્ટર રૂબરૂની હિસ્ટ્રી સાથેના દસ્તાવેજી પુરાવાઓ સાથે સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી શાબીર અબુ ઇસ્માઈલ મોગલને જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ ઉપરાંત ભોગ બનનારને તેના સામાજિક આર્થિક અને માનસિક પુનર્વસન માટે ભોગ બનનાર સગીરાને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech