મવડીમાં રામધણ આશ્રમ પાસે આવેલા આરએમસી સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રાત્રિના ઓફિસ બંધ કરી સૂતેલા સિક્યોરિટી ગાર્ડનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. રાત્રીના ફરજ દરમિયાન ઓફિસ બંધ કરીને સુતા બાદ સવારે મોડે સુધી ઘરે ન આવતા પુત્ર તપાસ કરવા માટે જતા પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.સ્વામીનારાયણ ચોક પાસે નવલનગરમાં રહેતા મવડીમાં રામધણ આશ્રમ પાસે આરએમસી સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં કિશોરભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.59) નામના પ્રૌઢ રાત્રિના નિત્યક્રમ ઘરેથી નીકળી મવડીમાં આવેલા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં નોકરી માટે પહોંચ્યા હતા. દરમિયાન રાત્રીના ઓફિસ બંધ કરી સુઈ ગયા બાદ સવાર સુધી ઘરે ન આવતા પુત્રએ ફોન કર્યો હતો પરંતુ પિતાનો ફોન ઉપડતો ન હોવાથી પુત્ર મનીષ સ્પોર્ટ્સ સ્ટેડિયમએ પહોંચ્યો હતો. ત્યાં જઈ ઓફિસ ખટખટાવવા છતાં પિતા ખોલતા ન હોવાથી આરએમસીના અન્ય કર્મચારીઓને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને દરવાજો તોડી જોતા પ્રૌઢ બેભાન હાલતમાં જોવા મળતા તાકીદે 108ને જાણ કરી હતી. ઇએમટીએ પ્રૌઢને જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક ત્રણ ભાઇમાં સૌથી નાના હતા અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પરિવારજનોને જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech