સમગ્ર રાજ્યમાં કાળજાળ ગરમીના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. લોકો હરવા ફરવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે તેવી સ્થિતિ નથી કારણ કે ત્યાં અત્યારે ગરમીનું પ્રમાણ રૂટિન કરતા અનેકપણું વધારે છે. હવામાન ખાતાએ કરેલી જાહેરાત મુજબ દીવમાં સિવિયર હીટ વેવ કન્ડિશન સર્જાવા પામી છે અને રૂટિન કરતા અહીં મંગળવારે 5.2 ડિગ્રી વધુ તાપમાન હતું. દીવમાં આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 34 ડિગ્રી આસપાસ તાપમાન હોય છે. પરંતુ ગઈકાલે 39.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દીવ ઉપરાંત ભાવનગર દ્વારકા ઓખા પોરબંદર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં રાબેતા મુજબ હોવું જોઈએ તેના કરતાં બેથી પાંચ ડિગ્રી જેટલું વધુ ઊંચું તાપમાન છે. આગામી દિવસોમાં પણ ગરમીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. ઉલટાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે સૌરાષ્ટ્ર માટે આગામી પાંચ દિવસ નું હીટ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
ગઈકાલે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયું હતું પરંતુ આમ છતાં તે આ દિવસો દરમિયાન રાજકોટમાં જે તાપમાન નોંધાતું હોય છે તેટલું જ હતું તેમ હવામાન ખાતું જણાવે છે. આવી જ રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર 42.6 અને અમદાવાદમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન હતું. તેને પણ હવામાન વિભાગ રૂટીન મુજબનું ગણાવે છે. અમરેલી અને વડોદરામાં 40.4 ભાવનગરમાં 39.4 ભુજમાં 40.3 દમણમાં 38 દ્વારકામાં 31.4 નલિયામાં 39 ઓખામાં 34.6 પોરબંદરમાં 38.5 રાજકોટમાં 42 સુરતમાં 39.4 સુરેન્દ્રનગરમાં 40.5 અને વેરાવળમાં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે અને 44 થી 45 ડિગ્રી ની રેન્જમાં મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા હવામાન ખાતાનએ વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરગઢડામાં પત્નીના ત્રાસી કંટાળી પતિનો આપઘાત
May 17, 2024 11:48 AMજામનગરમાં સ્માર્ટ મીટર લગાડતી વખતે લોકોને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ
May 17, 2024 11:37 AMભાણવડના રૂપામોરા ગામનો યુવાન ગુમ
May 17, 2024 11:34 AMઆગામી બુધવારે ઓખા નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી
May 17, 2024 11:29 AMજામનગરમાં તાપમાન 40 ડીગ્રી નજીક પહોંચતા લોકો ભારે પરેશાન
May 17, 2024 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech