પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી વિસ્તાર વધ્યા છે ત્યારે સફાઇ કર્મચારીઓની સંખ્યા વધારવી જોઇએ તેના બદલે કુબુધ્ધિ સુઝી હોય તેમ મનપાના અધિકારીઓએ ૧૩૨ સફાઇ કામદારો કે જે કોન્ટ્રાકટ બેઝ હતા તેમને છૂટા કરી દીધા છે ત્યારે તેઓ મનપા સામે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. તેમના સમર્થનમાં માચ્છીમાર એકતા સમિતિ ગુજરાતના આગેવાનો દોડી ગયા હતા અને મનપાના અધિકારીઓ સહિત ભાજપ-કોંગ્રેસને પણ આડે હાથ લીધા હતા.
પોરબંદર મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ બેઝ ૧૩૨ સફાઈ કામદાર ના પ્રતીક ઉપવાસ ઉપર છેલ્લા ૧૨ દિવસથી ન્યાય માટે સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હોય તેમની આ ન્યાયની લડાઈ લડતા હોય અને પોરબંદર મહાનગર ના સાચા હીરો જે પોરબંદર મહાનગર નેં સાફ સફાઈ કરીને આપતાં હોય તેવા તમામ સફાઈ કામદાર ઓ ના સમર્થન માં માચ્છીમાર એકતા સમિતિ ગુજરાત ના અશ્રિ્વન દેવજીભાઈ મોતીવરસ સમગ્ર ટિમ સાથે સફાઈ કામદાર ના સમર્થન માં આવ્યા છે
પોરબંદર મહાનગર પાલિકા ની સામે છેલ્લા ૧૨ દિવસ થી કોન્ટ્રાકટ બેઝ ના ૧૩૨ છુટા કરાયેલા સફાઈ કામદાર ઓ પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હોય અને તેમને ન્યાય અપાવવા તેમના સમાજ ના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા (મોદી પ્લોટ ) પ્રમુખ વજુભાઇ ઢાકેચા (કડિયા પ્લોટ ) અને તેમના સમાજના આગેવાન ભીખુભાઇ ઢાકેચા ધીભાઈ ઝાલા નાથાભાઈ જેઠવા મહેન્દ્રભાઈ ઢાકેચા અને વાલ્મિકી સમાજ ના ભાઈઓ બહેનો જે પોરબંદર મહાનગર જે મહાત્મા ગાંધીજી ની જન્મ ભૂમિ છે અને શ્રીકૃષ્ણ ભગવાન ના બાળ સખા સુદામા ની જન્મ ભૂમિ નેં દરરોજસાફ સફાઈ ની જેમના માથે સૌથી મોટી જીમેદારી છે અને પોરબંદર ના સાચા હીરો છે તેવા આપના વાલ્મિકી સમાજ ના ભાઈઓ બહેનો જે કોન્ટ્રાક્ટ બેઝ ના ૧૩૨ સફાઈ કામદાર ઓ નેં છુટા કરાયેલા હોય અને તેમને ન્યાય અપાવવા તેમના સમાજ ના પ્રમુખ અને આગેવાન પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હોય તયારે પોરબંદર મહાનગરની જનતા ની પણ જીમ્મેદારી બને છે અને આપને પણ સફાઈ કામદાર ના સમર્થન માં આવવું જોઈએ
પોરબંદર મહાનગર પાલિકા બન્યું છે તયારે સફાઈ કામદાર ની નવી ભરતી કરવી જોઈએ તેના બદલે પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા માં સ્ટાફ હતો તેના કર્તા પણ ઘટાડો કરી ડેટા પોરબંદર મહાનગર ના વિસ્તાર માં સફાઈ કામદાર ઓછા હોવાને કારણે સમગ્ર વોર્ડ ગંદકી થી ઉભરાયા છે આવા સંજોગ માં પોરબંદર મહનગર પાલિકા માં ૮૦૦ થી ૧૦૦૦ સફાઈ કામદાર રાખવા નેં બદલે સફાઈ કામ દાર હતા એમાં પણ ઘટાડો કર્તા પોરબંદર મહાનગર શહેર નેં સ્વ્ચ્છ અને સુંદર રાખવા માં પોરબંદર મહાનગરપાલિકા ના અધિકારી ઓ ભેદી મૌેંન ધારણ કરી નેં બેઠા છે
પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા હતી તયારે સફાઈ કામદાર ૨૫૦ થી ૩૦૦ હતા અને પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી ચાર ગ્રામ પંચાયત જાવર રતન પર દિગ્વિજય ગઠ અને ધરમ પૂર સાથે આવતા સફાઈ કામ દાર માં વધારો કરવો જોઈએ તેના બદલે ૧૩૨ સફાઈ કામદાર નેં છુટા કરી દીધા અને બીજા રાજ્ય ના ૮૪ સફાઈ કામદાર રાખ્યા જે સુખો કચરો અને રેતી પથર જેવી સાફ સફાઈ કરે છે બીજા કોઈ પણ જાતની સાફ સફાઈ કર્તા નથી અને આપના વાલ્મિકી સમાજ ના ભાઈઓ બહેનો જે સાફ સફાઈ કરી આપે છે તેમાં મર મૂત્ર મરેલ ઢોર શ્ર્વાન-ડુકકર અને ગમે તેવી ગંદકી હોય પોતાના જીવ ના જોખમે આપણું પોરબંદર સાફ સફાઈ રાખે છે તેવા આપના વાલ્મિકી સમાજ ના સફાઈ કામદાર ઘર ના છે તેમને છુટા કરી મૂકે છે અને બીજા રાજ્ય ના સફાઈ કામદાર નેં મહત્વ આપે છે એક કેહવત છે ‘ઘર ના ઘંટી ચાટે અને પાડોસી જલશા’ કરે આવી બેવડી નીતિ પોરબંદર મહાનગરપાલિકા ના અધિકારી રાખે છે અને જોવાનું એ રહ્યું સતાધારી પક્ષ ભાજપ જેમનું ગ્રામ પંચાયત થી સંસદ સુધી સરકાર છે તેમનું પેટનું પાણી પણ હલતું નથી ગુજરાત સરકાર અને ભારત સરકાર ના મંત્રીઓ કેટલી વખત આવ્યા પરંતુ સફાઈ કામદાર નેં ન્યાય અપાવવા નિષ્ફળ ગયા છે રવિવાર ના રોજ આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલ આવ્યા
કીર્તિ મંદિર અને ભાવસિંહજી હોસ્પિટલ વિઝીટ કરી પરંતુ પોરબંદર મહાનગરપાલિકા ની સામે છેલ્લા ૧૨ દિવસ થી પ્રતીક ઉપવાસ પર બેઠેલા સફાઈ કામદાર ભાઈ ની છાવણી ની પણ મુલાકાત ના લીધી પોરબંદર માં ભાજપ ના હોદેદારો પોરબંદર મહાનગર પાલિકા ની ચૂંટણી માટે ગાવ ચલો બસ્તી ચલો માટે વોર્ડ માં સાફ સફાઈ કરવા જાય છે પરંતુ છાવણી ની મુલાકાત લેતા નથી કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે દેખાતી નથી આવી પરિસ્થિતિ પોરબંદર મહાનગર પાલિકા ના છુટા કરાયેલા કોન્ટ્રાકટ બેજ ના ૧૩૨ કામદાર ભાઈઓ નેં ન્યાય કોણ અપાવશે આવી પરિસ્થિતિ માં પોરબંદર ની જનતા પણ સમર્થન માં આવે જેમ માચ્છીમાર એકતા સમિતિ ગુજરાત ના અર્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ અને પોરબંદર શહેર પ્રમુખ પ્રતાપભાઈ શેરાજી શૈલેષભાઇ જુંગી ભરત ભાઈ કરગથિયાં ઉદયભાઈ ડાકી અને અમારા માર્ગ દર્શક વિનેશ ભાઈ મકવાણા સમગ્ર ટિમ સાથે પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા વાલ્મિકી સમાજ ના આગેવાન ની છાવણી ની મુલાકાત લીધી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech