જામનગરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી દ્વારા શિક્ષકો-કર્મીઓને જીપીએફ સ્લીપમાં ઠાગાઠૈયા

  • May 12, 2025 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી દ્વારા શિક્ષકો અને કર્મચારીઓને અઢી મહીનાથી જીપીએકટ સ્લીપ ન આપી ઠાગાઠૈયા કરવામાં આવતાં કચેરીની કામગીરી સામે અનેક સવાલ ઉઠયા છે, તદુપરાંત આઇટી રીર્ટનના ફોર્મ નંબર ૧૬માં પણ વ્યાજ ડીવીડન્ડની આવક દર્શાવવામાં આવી ન હોવાથી ફરિયાદો શિક્ષકોમાં જોરશોરથી ઉઠી છે.


જામનગરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી દ્વારા શિક્ષકો અને કર્મચારીઓ માટે જરૂરી અને જીપીએફમાં જમા-ઉધારની વાર્ષિક વિગતો દર્શાવતી જીપીએફની સ્લીપ અઢી મહીના થવા છતાં શિક્ષકો અને કર્મચારીઓને આપવામાં આવી ન હોવાની ફરિયાદો ઉઠતાં કચેરીની કામગીરી સામે અનેક સવાલ ઉઠયા છે.


નવાઇની વાત તો એ છે કે, જીપીએફની જરૂરી સ્લીપ જે શિક્ષકો અને કર્મચારીઓ માટે ખુબ જ મહત્વની હોય છતાં કચેરી દ્વારા આપવામાં ન આવતાં અને જવાબદાર અધિકારીઓ તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ પણ આ અંગે નોંધ લેતાં આશ્ર્ચર્ય સર્જાયું છે, બીજી બાજુ શિક્ષણ સમિતિ કચેરી દ્વારા આવક વેરો ભરવા માટે શિક્ષકો અને પટ્ટાવાળાઓને આપવામાં આવતાં ફોર્મ નં.૧૬માં સમિતિએ સીએ કંપની પાસે તૈયાર કરાવી આ ફોર્મ તા.૮-૫-૨૦૨૫ના પહોંચતા કરાયા હતાં.


પરંતુ તમામ કર્મચારીઓના ફોર્મ નં.૧૬માં બચત બેંક ખાતાના વ્યાજની તથા શિક્ષક મંડળીઓના કુલ વ્યાજની અને ડીવીડન્ડની આવક પગાર સિવાયની આવક તરીકે આ ફોર્મમાં ગણતરીમાં લેવામાં આવી ન હોવાની ફરિયાદો પણ શિક્ષકોમાં જોરશોરથી ઉઠી છે. આટલું જ નહીં ફોર્મ નં.૧માં આ આવક ગણતરીમાં નહીં લઇને ભરવા પાત્ર ટેકસની રકમ વાસ્તવીક રકમ કરતા ઓછી કરવામાં આવી હોવાની ફરિયાદો પણ શિક્ષકોમાં ઉઠી છે.

​​​​​​​આવકવેરાના નવા વિકલ્પ મુજબ ટેકસ માળખુ સ્વીકારેલા કર્મચારીઓના બચત બેંક ખાતામાં જમા થતાં કુલ વ્યાજની આવક પર ફરજીયાત ટેકસ ચુકવવાનો થાય તેવી આવક વેરા કાયદાની જોગવાઇ હોવા છતાં શિક્ષકોના બચત બેંક ખાતાના કુલ વ્યાજની આવક તેમજ શિક્ષક મંડળીઓના કુલ વ્યાજની અને ડીવીડન્ડની આવક કયાં કારણોસર કર્મચારીઓના ફોર્મમાં દર્શાવવામાં આવી નથી તે સવાલ શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application