પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
પ્રધાનમંત્રી સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે.
વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ-વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઈટીંગ-લેઝર દ્વારા અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદભૂત નજરો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMવાડીપ્લોટ શાકમાર્કેટના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટ્યા
May 09, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech