ચીનમાં લગ્ન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક માતા દ્વારા તેના પુત્ર માટે જે કન્યાને પસંદ કરવા આવી હતી તે તેની 20 વર્ષ પહેલા ખોવાઈ ગયેલી પુત્રી હતી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જો કે, પછી છોકરાની માતાએ એવા રહસ્યો ખોલ્યા કે બધા દંગ રહી ગયા હતા.
આ ઘટના 2021માં બની હોવાનું કહેવાય છે પરંતુ હાલમાં આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક મહિલા તેના પુત્રના લગ્નમંડપમાં જે યુવતીને જોઈને દંગ રહી ગઈ હતી અને દુલ્હન તરીકે ઘરે લાવી હતી તે ખરેખર તેની લાંબા સમયથી ખોવાયેલી તેની પુત્રી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે વરરાજાની માતા લગ્નની જાન સાથે દુલ્હનના ઘરે પહોંચી. છોકરાની માતાએ તેની ભાવિ પુત્રવધૂના હાથ પર એક વિશિષ્ટ નિશાન જોયું, જે તેની ખોવાયેલી પુત્રીના શરીર પર હતું. જો કે, પછી છોકરાની માતાએ એવા રહસ્યો ખોલ્યા કે બધા દંગ રહી ગયા હતા.
માતાએ આ રીતે કર્યો ખુલ્લાસો
દુલ્હનના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓને બાળકી રસ્તાના કિનારે ત્યજી દેવાયેલી મળી હતી અને તેણે તેને દત્તક લીધી હતી. આ ઘટસ્ફોટથી વરરાજાની માતાને આંચકો લાગ્યો, જેણે પછી હૃદયદ્રાવક સત્ય જાહેર કર્યું હતું. મહિલાએ જણાવ્યું કે તેની પુત્રી 20 વર્ષ પહેલા એક અકસ્માતમાં તેનાથી અલગ થઈ ગઈ હતી.
માતા અને પુત્રી વચ્ચે અણધાર્યું ભાવનાત્મક પુનઃમિલન હતું. જો કે, પરિસ્થિતિ વધુ રસપ્રદ બની જ્યારે ખબર પડી કે વર પણ મહિલાનો અસલી પુત્ર નથી. મહિલાએ તેની પુત્રી ગુમાવ્યા બાદ તેને દત્તક લીધો હતો. આવી સ્થિતિમાં મહિલાના ખુલાસા બાદ તેમના લગ્ન શક્ય બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AM'જાટ' ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય
May 15, 2025 11:39 AMનિર્માતાઓએ ફેરવી તોળ્યું, ભૂલ ચૂક માફ' હવે સિનેમાઘરોમાં આવશે
May 15, 2025 11:39 AMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 15, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech