બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લ ામાં દારૂની હેરફેરમાં સામેલ આશિષ ઉર્ફે આશુ અને વિનોદ ઉર્ફે વિજય અને તેની ટોળકીના ૮ સભ્યો સહિત ૧૦ સામે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા ગુજસીટોક એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજથી જ સ્ટેટ મોનિટરીંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત થયા બાદ પોલીસે આ પ્રથમ ગુનો દાખલ કર્યેા છે. દારૂની હેરફેર કરનાર આ ટોળકીના શખસો વિરૂધ્ધ કુલ ૫૦૦ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
આજથી સ્ટેટ મોનિટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરો મળ્યો છે ત્યારે પ્રથમ દિવસે જ એસએમસીએ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યેા છે. એસએમસીના વડા નિર્લિ રાયના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરિયાની રાહબરીમાં એસએમસીની ટીમે બનાસકાંઠ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લ ામાં દારૂની હેરફેરમાં સામેલ આશિષ ઉર્ફે આશુ અને વિનોદ ઉર્ફે વિજય અને તેની ટોળકીના ૮ સભ્યો સહિત ૧૦ સામે સંગઠિત ગુનાખોરી આચરવા અંગે ગુજસીટોકની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ આ ટોળકીના સૂત્રધાર અને સભ્યો એકબીજા સાથે મળી કાવતરૂ ઘડી આર્થિક લાભ માટે ગુજરાતમાં અલગ અલગ જિલ્લ ાઓમાં ગેરકાયદે રીતે દારૂ મગાવી અને સપ્લાય કરતા હતાં. જે માટે તે દારૂના પરિવહનમાં ઉપયોગમાં લેતા વાહનોમાં ખોટી નંબર પ્લેટ, એન્જીન અને ચેસીસ નંબર તથા ખોટા ટ્રાન્સપોર્ટ ડોકયુમેન્ટ બનાવી આઇપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૭૧ તથા અન્ય કલમો મુજબ ગુનાઓ આચર્યા હોય તેમની સામે ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ટોળકીના સભ્યો સામે કુલ ૫૦૦ ગુના
એસએમસી દ્રારા આશિષ ઉર્ફે આશુ અને વિનોદ ઉર્ફે વિજયની ટોળકી વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકી વિરૂધ્ધ છેલ્લ ા ૧૦ વર્ષમાં ૧૬ ગુનામાં ન્યાયિક નોંધ લઇ તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. આ ટોળકીના સભ્યો સામે કુલ ૫૦૦થી વધુ ગુનાઓ નોંધાઇ ચુકયા હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech