ઉનાળામાં ડુંગળીનું સેવન અવશ્ય કરવું જોઈએ. ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ફાયદાકારક છે. ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ખાસ કરીને ઉનાળામાં ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોકથી બચાવ થાય છે. કેટલાક લોકો એવું પણ માને છે કે ખિસ્સામાં ડુંગળી રાખવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે. જો કે સત્ય એ છે કે ડુંગળીને ખિસ્સામાં રાખવાને બદલે કાચી કે પકાવીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
ડુંગળી ખાવાના ફાયદા
ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે, જેના કારણે તે તીવ્ર ગંધ ધરાવે છે. તે ખોરાકનો સ્વાદ વધારે છે. ડુંગળીમાં ક્વેર્સેટીન નામનું સંયોજન જોવા મળે છે. તે કુદરતી એન્ટિ-હિસ્ટામાઇન એજન્ટ છે. જે શરીરમાં હાજર હિસ્ટામાઇન સામે કામ કરે છે. ઉનાળાના કારણે ત્વચામાં ફોલ્લીઓ અને બળતરાની લાગણી થાય છે. આ હિસ્ટામાઇનની અસરને કારણે થાય છે. આ અસરને ઘટાડીને ડુંગળી ગરમીમાં રાહત અપાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.
કાચી ડુંગળીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં શરીરનું હાઇડ્રેશન જળવાઈ રહે છે.
ઉનાળામાં ખાવાની વસ્તુઓ ઝડપથી બગડી જાય છે અને તેનું સેવન કરવાથી આંતરડા પર ખરાબ અસર પડે છે. ત્યારે કાચી ડુંગળી ખાવાથી આંતરડામાં સારા બેક્ટેરિયા જળવાઈ રહે છે અને પેટની ઠંડક જળવાઈ રહે છે.
તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને એલર્જીના લક્ષણો ઘટાડે છે.
ડુંગળીનો રસ સનસ્ટ્રોક અને સનબર્નથી પણ બચાવી શકે છે.
એક રિસર્ચ અનુસાર વિટામિન સીથી ભરપૂર કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેને આહારના આવશ્યક ભાગ તરીકે સલાડમાં ખાવું જોઈએ. કાચી ડુંગળીમાં પોટેશિયમ અને સોડિયમની પૂરતી માત્રા મળી આવે છે, જેના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ સંતુલિત રહે છે અને ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMઅમારું એકાઉન્ટ હેક થયુ, અમે કોઈ દેશ પાસે મદદ નથી માગી: પાકનો યુટર્ન
May 09, 2025 02:42 PMબોખીરા બસસ્ટેશન સામે મકાનોમાં પાણી ઘૂસે નહી તે માટે તંત્ર આગોત આયોજન કરે
May 09, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech