યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશજીને અખાત્રીજ થી એક માસ સુધી વિશિષ્ટ શિગાર કરવામાં આવે છે. શ્રીજીને ઉનાળાના આકરા તાપમા ગરમીથી રાહત રહે તે માટે અષાઢી બીજ સુધી પુષ્પો સિંગાર કરવામાં આવશે તેમજ અખાત્રીજ જે ચંદનના વાધાનો શુંગાર કરાશે. ત્યારે શ્રીજીના દર્શન આવતા ભાવિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ભગવાન દ્વારકાધીશ તેમજ અન્ય વૈષ્ણવો સંપ્રદાયના મંદિરમાં પ્રભુને ગરમીની મોસમમાં કષ્ટ ના પડે અને વધુ સારી સુખાકારીમાં પ્રભુ રોહે તેવી ભાવનાથી પૂજારીઓ દ્વારા ચંદન લેપ કરી ચંદન વાંકાના મનમોહન શૃંગાર કરવામાં આવે છે. ચંદનના શૃંગાર બાદ શ્રીજીને વિશેષ ભોગ કરવામાં આવે છે. જેમાં કેરીનો મુરબ્બો. ચણાની દાળ. કેરીનો રસ. જેવા ભાત ભરીને ઠંડક આપે તેવા વ્યોજનો પ્રભુને ધરવામાં આવે છે. બપોરે અખાત્રીજના ઉત્સવ નિમિત્તે શ્રીજીને વિશેષ આરતી કરવામાં આવશે.
આરતી બાદ પ્રભુએ આરોગેલ ગરમાળાનો પ્રસાદ ભાવિકોને પ્રસાદી રૂપે અપાશે. અખાત્રીજ થી રથયાત્રા સુધી શ્રીજીને સવારના શૃંગારમાં ડબલ પીછોડબંધ પરધની ધોતી. ઉપરના તથા મલકાછ ઉષ્ણકાલિન શુંગાર કરવામાં આવે છે. સાથે મોતી છીપ ચંદન વગેરે અલંકાર ધરાવાશે. શ્રીજીને પીછવાઇ વગેરેમાં ભીતરમાં ખર્ચની સાદડી બાંધી તેમાં જળનો છંટકાવ કરી શ્રીજીને સુખાકારીનો ભાવ કરવામાં આવશે. તેમજ સાંજના સાત વાગ્યે તિથિ મુજબના પરંપરા અનુસાર ડોલર, જુઈ, ચમેલી, મોગરા, વગેરે પુષ્પનો શૃંગાર કરવામાં આવશે.