રાજકોટ શહેરમાં દર વર્ષે વોંકળા સફાઇ થાય છે તેમ છતાં દર વર્ષે ચોમાસામાં વોંકળામાં નદી જેવું ઘોડાપુર આવે છે જે વિસ્તારમાંથી વોંકળો પસાર થતો હોય તે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઇ જાય છે એટલું જ નહીં નાગરિકોનું સ્થળાંતર કરવા પણ ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. દરમિયાન ચાલુ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અને નિર્મળ ગુજરાત અભિયાન ૨.૦ના પકડા નામ હેઠળ રોજિંદી કામગીરી પણ આવરી લઇને પ્રિ મોન્સૂન પ્લાન હેઠળ વોંકળા સફાઇનો પ્રારભં કરાયો છે. જો કે વોંકળા સફાઇમાં વાસ્તવિક રીતે કામગીરી ઓછી અને પરંતુ પ્રચાર, પ્રસાર, ફોટોસેશનની ભરમાર વધુ ચાલી રહી છે. એપ્રિલ માસના પ્રારંભથી વોંકળા સફાઇ શ કરાઇ છે પરંતુ શહેરના નાના–મોટા કુલ બાવન વોંકળામાંથી હાલ સુધીમાં ફકત બે વોંકળાની સફાઇ પૂર્ણ થઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારી અને ઇજનેરી વર્તુળોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે પ્રિ મોન્સૂન પ્લાન હેઠળ વોંકળા વિભાગ દ્રારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અને નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ પ્રિ–મોન્સૂન વોકળા સફાઈ અંતર્ગત તાજેતરમાં વોર્ડ નં.૨, ૪, ૫, ૬, ૭ અને ૯માં વોંકળાની સફાઇ કરવામાં આવી હતી.
પૂર્વ ઝોનના વોર્ડ નં.૪ ધોળકીયા સ્કૂલ પાસે, વોર્ડ ન.ં ૫ ચામુંડા ટી સ્ટોલ પાસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે, વોર્ડ નં.૬ શાળા નં ૧૩ અને ટી.સી. પાસે, વોર્ડ નં.૪ વોર્ડ ઓફિસ સામે, રોહિદાસપરા વોકળામાં જેસીબી અને ડમ્પરથી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.મધ્ય ઝોનના વોર્ડ ન.ં ૭ મણીમાની વાડીમાં વોકળા સફાઈ જેસીબી અને ડમ્પર દ્રારા વોર્ડ નં.૭ મનહર પ્લોટ શેરી નં.૮ના વોકળાની સફાઇ, વોર્ડ નં.૨માં જૈન દેરાસર પાસેના નાળા વોકળા સફાઈ, વોર્ડ નં.૨ એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ વોકળા સફાઇ કરવામાં આવી હતી.પશ્ચિમ ઝોનના વોર્ડ નં.૯ રૈયા, પામ યુનિવર્સ પાસે તથા સવન એપાર્ટમેન્ટ પાસે મેન્યુલ તથા જેસીબી અને ડમ્પર દ્રારા વોકળા સફાઈ કરવામાં આવી હતી.
ઉપરોકત કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ તથા નાયબ કમિશનર સ્વપિનલ ખરેની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્રારા કામગીરી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech