વર્ષ ૨૦૦૦માં લુપ્રાય જાહેર કરવામાં આવેલા સ્પિકસ મકાવ્ઝ (સાયનોપ્સિટ્ટા સ્પિકસી) ફરીથી તેમના મૂળ નિવાસસ્થાન, બ્રાઝિલના જંગલમાં, મુકતપણે વિહાર કરશે. આ લુપ્રાય પ્રજાતિના ૪૧ સ્પિકસ મકાવ્ઝનું વનતારાની સંલ સંસ્થા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્કયુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જીઝેડઆરઆરસી) અને એસોસિયેશન ફોર ધ કન્ઝર્વેશન ઓફ થ્રેટેન્ડ પેરટસ (એસીટીપી) સાથે મળીને તેમના મૂળ નિવાસસ્થાનમાં પુન:સ્થાપન કરશે. આ ગ્લોબલ રિઇન્ટ્રોડકશન પ્રોગ્રામના ભાગરૂપે વનતારા એસીટીપીને માર્ગદર્શન અને નિર્ણાયક સંસાધનો પૂરા પાડી રહ્યું રહ્યું છે.
આ સીમાચિન્હ આવા કાર્યક્રમોની અગાઉની સફળતાઓના આધારે હાંસલ કરવામાં આવ્યું છે, જેમાં ૨૦૨૨માં ૨૦ સ્પિકસ મકાવ્ઝના જંગલમાં પુન:પ્રવેશનો સમાવેશ થાય છે, તેના પરિણામે ૨૦ વર્ષેામાં પહેલીવાર જંગલમાં જ બચ્ચાનો જન્મ થયો હતો– આ ઘટના આ પ્રકારના કાર્યક્રમની નોંધપાત્ર પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓનું પ્રમાણપત્ર બને છે.
બ્રાઝિલમાં સ્થળાંતરિત કરવા માટે પસદં કરાયેલા ૪૧ સ્પિકસ મકાવ્ઝ તેમની વંશાવલિ અને સ્વાસ્થ્યના આધારે પસદં કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં ૨૩ માદા, ૧૫ નર અને ત્રણ બચ્ચાંનો સમાવેશ થાય છે. કેટલાક મકાવ્ઝ આ વર્ષે છોડવા માટે તૈયાર કરવામાં આવી રહેલા સમૂહમાં જોડાવામાં આવ્યા હતા, યારે અન્યને લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોને ટેકો આપવા માટેના સંવર્ધન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્થાનાંતરણ પહેલાં પક્ષીઓ બર્લિનમાં સંવર્ધન સુવિધામાં ૨૮ દિવસથી વધુ કવોરેન્ટાઇનમાંથી પસાર થયા હતા, જેમાં તેઓ બ્રાઝિલના જંગલના વાતાવરણને અસર કરી શકે તેવા કોઈપણ રોગોથી મુકત છે તેની ખાતરી કરવા માટે વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. ૨૮ જાન્યુઆરીના રોજ પક્ષીઓ બર્લિનથી બ્રાઝિલના પેટ્રોલિના એરપોર્ટ પર ચાર્ટર્ડ લાઇટમાં રવાના થયા અને તે જ દિવસે બ્રાઝિલ પહોંચ્યા હતા. અહીં પહોંચતાં જ તેમને સીધા જ કવોરેન્ટાઇન સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનાંતરણની કાળજીપૂર્વક દેખરેખ બે પશુચિકિત્સકો અને એસીટીપીના એક કીપર દ્રારા કરવામાં આવી હતી, તેમની સાથે વનતારાની જીઝેડઆરઆરસીની નિષ્ણાત ટીમ હતી. બોર્ડર પોલીસ અને ફેડરલ કસ્ટમ્સે ઝડપી કિલયરન્સની સુવિધા માટે એરપોર્ટ પર અસ્થાયી ઓફિસની સ્થાપના કરી હતી. પક્ષીઓ અને સ્ટાફ બંને માટે ખાસ વાહનોનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એસીટીપીના સ્થાપક માર્ટિન ગથ એ જણાવ્યું હતું કે, એસીટીપી વતી અમે શ્રી અનતં અંબાણી અને વનતારાનો સ્પિકસ મકાવ્ઝ રિઇન્ટ્રોડકશન પ્રોજેકટમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની ઉદાર નાણાકીય સહાય ઉપરાંત વનતારાએ અમારી સાથે જે કૌશલ્યની આપ–લે કરી છે તે આ લુ થઈ રહેલી જંગલી પ્રજાતિઓનું સફળતાપૂર્વક સંવર્ધન કરવામાં અમૂલ્ય છે. જૈવવિવિધતાની પુન:સ્થાપના અને લુપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટે વનતારાનું અતૂટ સમર્પણ સાથે તેમના જુસ્સા, સંસાધનો અને સહયોગી અભિગમનું સંયોજન આ પહેલની સફળતાના મુખ્ય ઘટક છે. આ ભાગીદારી સહિયારી ધ્ષ્ટ્રિ અને પ્રતિબદ્ધતાની તાકાતનું ઉદાહરણ આપે છે અને અમે આશા રાખીએ છીએ કે તે વિશ્વભરમાં સંરક્ષણ પ્રયાસોને પ્રેરણા આપશે. અમે વનતારા સાથેની ભાગીદારીમાં શકય તેટલી લુ થતી પ્રજાતિઓને બચાવવા માટે સાથે મળીને અમાં કાર્ય ચાલુ રાખવા માટે આતુર છીએ.
હોલીવુડ મૂવી રિયોમાં દર્શાવવામાં આવેલા સ્પિકસ મકાવ્ઝ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોના કેન્દ્રમાં છે જેમાં બ્રાઝિલની સરકારની સાથે સાથે વનતારાનું જીઝેડઆરઆરસી અને એસીટીપી જેવી ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે, આ સંસ્થાઓ તમામ પ્રજાતિઓની કેપ્ટિવિટીમાં રહેલી વસ્તીનું પુન:નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરે છે. વર્ષ ૨૦૧૯માં બ્રાઝિલમાં એક સમર્પિત રિલિઝ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ ૨૦૨૦માં જર્મની અને બેલ્જિયમમાંથી ૫૨ પક્ષીઓને લાવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં ૨૦ સ્પિકસ મકાઉને તેમના કુદરતી વસવાટમાં મુકત કરાયા હતા યાં તેઓ અપેક્ષા મુજબની સંખ્યામાં તેઓ અસ્તિત્વ ટકાવી શકયા હતા અને પરિણામે જંગલમાં જ સાત બચ્ચાઓનો જન્મ થયો – આ પ્રજાતિના પ્રથમ જંગલી બચ્ચાઓ. સમૃદ્ધ જંગલી વસ્તીની સ્થાપનાની ખાતરી કરવા માટે સમયાંતરે પક્ષીઓ છોડવા આવશ્યક છે, આમ આ પ્રોગ્રામના સપોર્ટ માટે રિલિઝ સેન્ટરને સતત નવા પક્ષીઓ મળવા મહત્વપૂર્ણ છે.
વનતારા ફોકસ કન્ઝર્વેશન પ્રોગ્રામ્સ દ્રારા ભારતના વૈવિધ્યસભર વન્યજીવન વારસાને પુન:સ્થાપિત કરવા માટે પણ નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યું છે. આ કાર્યક્રમોમાં સુરક્ષિત વાતાવરણમાં જન્માવેલા ગેંડાને સુરક્ષિત રહેઠાણોમાં ફરીથી મૂકવા, સંવર્ધન અને વસવાટ પુન:સ્થાપના દ્રારા એશિયાટિક સિંહોની વસ્તીને મજબૂત બનાવવા અને સફળ સંવર્ધન કાર્યક્રમ બાદ ચિત્તાઓને ભારતીય જંગલોમાં પરત લાવવાનો સમાવેશ થાય છે. સ્પિકસ મકાવ્ઝનું જંગલમાં સીમાચિ઼ પુન: પદાર્પણ પ્રજાતિઓની પુન:પ્રાિ અને જીવસૃષ્ટ્રિની પુન:સ્થાપના માટેની વનતારાની અડગ પ્રતિબદ્ધતાને વધુ સારી રીતે ઉજાગર કરે છે, તે વૈશ્વિક વન્યજીવ સંરક્ષણમાં પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMવાડીપ્લોટ શાકમાર્કેટના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટ્યા
May 09, 2025 02:33 PMવનવિભાગ બાદ હવે પોલીસે બરડા ડુંગરમાં દાની ભઠ્ઠી ઉપર કરી સર્જીકલ સ્ટ્રાઇક!
May 09, 2025 02:32 PMપાકિસ્તાનના ઓકારા આર્મી કેમ્પ પર આજે સવારે ભારતે ડ્રોન હુમલો કર્યો, પાકના લોકોમાં ફફડાટ
May 09, 2025 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech