બોલિવૂડ એક્ટર વરુણ ધવન આ દિવસોમાં પોતાના આગામી પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. વરુણે તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હાલમાં તેના આ પ્રોજેક્ટ એટલે કે તેની ફિલ્મનું નામ VD18 રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ ફિલ્મનું મુહૂર્ત થયું હતું. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મને VD18 નામ આપવામાં આવ્યું છે કારણ કે આ વરુણની 18મી ફિલ્મ છે.
આપને જણાવી દઇએ કે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મના દિગ્દર્શક એટલી પણ આ ફિલ્મનો હિસ્સો છે અને કાલિસ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને નાના પાટેકરને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. જવાન બાદ એટલી પર તેની નવી ફિલ્મને લઈને મોટી જવાબદારી છે. તે આ ફિલ્મને કોઇ પણ સંજોગોમાં શ્રેષ્ઠ બનાવવા ઇચ્છે છે. આથી, એટલીએ VD18 માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. નિર્દેશક આ ફિલ્મમાં એ પ્રકારે એક્શન રજૂ કરવા ઇચ્છે છે જે અત્યાર સુધી ફિલ્મી પડદે રજૂ કરવામાં આવ્યું ન હોય.
VD18 એક એક્શન થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે ફિલ્મમાં ઘણી બધી એક્શન જોવા મળશે. પરંતુ એટલી આ ફિલ્મના એક્શનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગે છે. જેના માટે એટલીએ ખાસ હોલિવૂડમાંથી એક એક્શન ડિરેક્ટરને બોલાવ્યા છે. ફિલ્મના એક્શન સીન્સ શૂટ કરવાના બાકી છે. પણ માનવામાં આવે છે કે અભિનેતા વરુણ ધવન પોતે ફિલ્મના ખતરનાક એક્શન સીન્સ કરવાની ઇચ્છા ધરાવે છે. આ તરફ ડિરેકટરનો પણ પ્રયાસ છે કે એક્શન સીન દર્શાવતી વખતે વીએફએક્સનો ઉપયોગ ઓછો કરવામાં આવે.
મળતી માહિતી અનુસાર એટલીએ જેમ્સ બોન્ડ અને જવાન જેવી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ એક્શન ડિઝાઈન કરનારા એક્શન ડિરેક્ટર્સને આ માટે સામેલ કર્યા છે. ફિલ્મની એક્શન તૈયાર કરવા માટે આઠ એક્શન ડિરેક્ટર્સને ખાસ બોલાવવામાં આવ્યા છે. જેમાંથી ચાર ડિરેક્ટર ભારતના છે અને બાકીના ચાર હોલીવુડના છે. તમને જણાવી દઈએ કે, VD18ને મોટા બજેટની ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ આશરે 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈક, ચિનાબ નદી પર સલાલ ડેમના વધુ દરવાજા ખોલ્યા
May 09, 2025 10:34 AMમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech