ગીર ગઢડા તાલુકાના લગભગ ૧૫થી ૨૦ ગામે ઉપરાંત નેશમાં વસતા તેમજ પ્રજાજનોના હિતમાં તેમજ પડતી મુશ્કેલીઓને લઈને ફરેડા નિવાસી જેઠાભાઈ રામભાઈ બારૈયા ૧૫ આમરણાંત ઉપવાસ ઉપર ગીર ગઢડાના ફરેડા રોડ ના નાકે છંવણી નાંખીને આંદોલન કરી રહ્યા છે. જેમના સમર્થન માં ગીર ગઢડા તાલુકો સજ્જડ બંધ કરી લોકોએ સમર્થન આપ્યું છે અને વિવિધ માગણીઓ સાથે રજુઆત કરી જેમાં જંગલ ખાતા દ્વારા જંગલ બોર્ડર ઉપર આવેલ ગામ લોકો તેમજ ખેડુતોને કરાતી પજવણી, જંગલમાં આવેલા ધાર્મિક સ્થળો બાણેજ, પાતળેશ્વર મહાદેવ, ટપકેશ્વર મહાદેવ ઉપર દર્શનાથે જતા આવતા શ્રધ્ધાળુઓને અધિકારીઓને કરવી પડતી આજીજી, તાલુકાના વિસ્તારના ખેડુતોના માલઢોરના ચરિયાણ હકક્કો, સેટલમેન્ટ ખેડુતોના પ્રશ્નો, વન્ય પ્રાણીઓ દ્વારા ખેડુતોના ઉભા પાકને થતુ નુકશાન તથા તેના માટેનું યોગ્ય વળતર ચુકવવા અંગે સહિત અનેક મુશ્કેલી રૂપ પ્રશ્નોને અનુલક્ષીને આ આંદોલન ચાલી રહેલ છે.
ઉપરાંત મુદ્દાઓને લઈને જો તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહી આવે કે અમારા વિસ્તારની આમ જનતાને આ મુશ્કેલીઓ માંથી છુટકારો નહી મળેતો અમારણાંત ઉપવાસી શ્રી જેઠાભાઈ રામભાઈ બારૈયા સર્મથનમાં અમો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની તેમજ ત્યાર બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સહિતના તમામ ઉગ્ર પગલા લેવાની ફરજ પડશે.
આ આવેદન પત્રનાં એલાનને માન આપી સમગ્ર ગીર ગઢડા તાલુકાના વેપારી બંધુઓએ શનિવારે બંધ રાખી આ ચાલી રહેલ આંદોલનને સંપુર્ણ ટેકો આપેલ છે. અને આવતા ભવિષ્યમાં પણ તાલુકાના તમામ નગરજનોને સાથે સંપુર્ણ સહયોગ આપવાની ખાત્રી પણ આપેલ છે તેમજ ગીર ગઢડા તાલુકા વિસ્તારના ખેડુતો, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ તેમજ માનસીક ત્રાસમાંથી મુકતી અપાવવા બાબતે ગંભીરતા પુર્વક પોતાના હાથ ઉપર લઈને ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ધરતા આવે તેવી અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech