રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવા તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા એક આંદોલનના સ્વરૂપે શિક્ષકના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે મહા મતદાન નું આયોજન કરવામાં આવેલ હતું. તે અંતર્ગત વિસાવદર તાલુકાના કર્મચારીઓ દ્વારા પોતાની માગણી સરકાર સુધી પોહચાડવા માટે બીઆરસી ભવન વિસાવદર ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું. આ તબક્કે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનાં હોદ્દેદાર ઉમેશભાઈ રીબડીયા પ્રથમેષભાઈ મહેતા કુમનભાઈ ખોલકીયા અશ્ર્વિનભાઈ રાંક દ્વારા જણાવવામાં આવ્યું કે આજે ૫૬૭ કર્મચારીઓએ મતદાન કર્યું છે અને અમારી માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે અને હજી જો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં નહીં આવે કે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કર્મચારીઓ બહોળી સંખ્યામાં ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરી વિશાળ સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે. સંગઠન દ્વારા સરકારને એ વિનંતી કરવામાં આવેલ છે કે કર્મચારીઓના પ્રશ્નોને ઝડપથી ન્યાય આપે આમ ઙ્ગ ઙ્ખતાં આંદોલઙ્ગઙ્ગી ચીમકી ઙ્કણ અઙ્કાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech