જો સવારે ટાઇમએ ઉઠવા માટે એલાર્મ રાખીને સૂવો છો તો સાવચેત રહો. કારણકે તેમાં હાઈબ્લડ પ્રેશરનું જોખમ રહેલું છે. આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો પણ ખતરો રહે છે. સ્લીપ એક્સપર્ટના મતે સવારે ઉઠવા માટે એલાર્મ લગાવવાથી સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે દિવસભર સુસ્તી રહે છે અને વ્યક્તિ થાક અનુભવે છે. મોર્નિંગ એલાર્મ મગજ પણ ખરાબ અસર પર કરે છે અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઊંઘમાં ખલેલને કારણે ઘણા પ્રકારના જોખમો ઉભા થઈ શકે છે.
એલાર્મના કારણે જાગવાથી બની શકો છો બ્લડપ્રેશરના દર્દી
તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સવારે એલાર્મથી જાગે છે તેમને બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. આનાથી સ્ટ્રોક અને હૃદય રોગ પણ થઈ શકે છે. સંશોધન મુજબ જે લોકો એલાર્મ સેટ કર્યા પછી જાગે છે. તેમાં હાઈ બીપીનું જોખમ 74% વધારે છે.
આ સંશોધન 32 લોકો પર કરવામાં આવ્યું હતું. દરમિયાન સહભાગીઓને સ્માર્ટ વોચ સાથે આંગળીના બ્લડ પ્રેશર કફ પહેરાવ્યા હતા. તેમને કેટલાક દિવસો સુધી એલાર્મ વિના જાગવાનું અને કેટલાક દિવસો સુધી 5 કલાકની ઊંઘ પછી એલાર્મ વડે જાગવાનું કહેવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઘડિયાળના એલાર્મ અવાજને કારણે જાગવાની ફરજ પાડતા લોકોમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધારે હતું.
એલાર્મ અને હાઈ બ્લડ પ્રેશર વચ્ચે શું સંબંધ છે?
શું કરવું, શું ન કરવું
આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે જો સવારે ઉઠીને કોઈક સારો અવાજ સાંભળો છો તો તે સ્વસ્થ બનાવે છે. સંશોધન દર્શાવે છે કે એલાર્મ વિના જાગવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય શકે છે. દરેક વ્યક્તિએ આવી આદત કેળવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech