રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) હેઠળના ગામોમાં નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી તે બાબત સર્વવિદિત છે, રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હોય અને તમામ જળાશયો ભરેલા હોય તો પણ રાજકોટની ભાગોળેના રૂડાના ગામોમાં ઉનાળામાં પાણીનો પોકાર ન ઉઠ્યો હોય તેવું કદી બન્યું નથી. કેટલી આશ્ચર્યજનક વાત છે કે રાજકોટમાં દરરોજ પાણી મળે છે અને રાજકોટથી ફક્ત બેથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા ગામોમાં પાણી મળતું નથી અને વ્યાપક રજૂઆતો બાદ ટેન્કરો દોડાવાય છે. આવું થવાનું મુખ્ય કારણ રૂડા તંત્રમાં પ્લાનિંગ અને વ્યવસ્થાનો અભાવ. રૂડા કચેરીના અધિકારીઓ અને ઇજનેરો જો પ્લાન પાસ, બીયુપી અને ટીપી સ્કિમો જેટલો રસ નાગરિકોના પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે લેતા હોત તો કદાચ છતે પાણીએ પાણીની સમસ્યા સર્જાઇ ન હોત ! રૂડાની આવાસ યોજનાઓમાં પણ બોર ડુકતા રહીશો પાણીના કેરબા લઇ દોડધામ કરવા લાગ્યા છે.
રાજકોટની આસપાસનાં રૂડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહિવટીતંત્ર દ્વારા મથામણે કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પાણીના ટેન્કરો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કરવાની સત્તા પ્રાંત તેમજ ડેપ્યુટી કલેક્ટરોને સોંપાઇ છે.
કાળઝાળ ગરમીમાં રૂડાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર, કુવા, ડંકીઓમાં પાણીના તળો ડુકવા લાગ્યા હોવાથી પાણી માટે દેકારો બોલવાનો શરૂ થવા લાગ્યો છે. રૂડાના ૨૦ જેટલા ગામોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં રાજકોટની ભાગોળે આવેલા ખોખડદળ, કણકોટ, મહિકા ગામમા પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. પાણીની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા પાણી પૂરવઠા બોર્ડને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. રૂડાના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂર મુજબ અને દરખાસ્ત મળે તે મુજબ તાબડતોબ પાણીના ટેન્કર શરૂ કરવા માટે આદેશ અપાયો છે. રાજકોટની ભાગોળે આવેલા ત્રણ ગામોમાં ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જિલ્લાના અન્ય ગામોમાં પણ દરખાસ્ત મળ્યે તુરંત જ પાણીના ટેન્કરો દોડાવાનું આયોજન કરાયું છે.
૨૦ ગામમાં પોકાર, ત્રણ ગામને ટેન્કર !
રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ઉનાળાનો દોઢ મહિનો હજુ બાકી છે ત્યારે અનેક ડેમોમાં પાણી તળીએ પહોંચી ગયું છે, રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમોમાં પાણી છે, પરંતુ રાજકોટની ભાગોળે અને રૂડામાં આવતા ૨૦ જેટલા ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે જેમાંથી ફક્ત ત્રણ ગામમાં પાણીના ટેન્કર શરૂ કરાયા છે.
પ્રાઇવેટ ટેન્કરનો ભાવ રૂ.૧૨૦૦
રૂડા વિસ્તાર હેઠળના ગામોના ગૃહિણીઓને બે બેડા પાણી માટે વલખવુ પડે તેવી સ્થિતિ અમુક ગામોમાં સર્જાઇ છે. જ્યારે અમુક ગામમાં પ્રાઇવેટ ટેન્કરથી પાણી ખરીદવાનું લોકોએ શરૂ કર્યું છે જેમાં પ્રાઇવેટ ટેન્કર બોલાવે તો ધંધાર્થી ટેન્કરવાળા પ્રતિ ટેન્કર દીઠ રૂ.૧૨૦૦નો ભાવ વસુલતા હોવાની વ્યાપક રાવ છે.
પા.પુ.બોર્ડને સંકલન કરવા આદેશ
રૂડામાં ત્રણ ગામો મહિકા, કણકોટ અને ખોખડદળમાં પાણીના ટેન્કરો શરૂ કરાયા છે અને ટેન્કરો મંજુર કરવાની સતા જે તે વિસ્તારના પ્રાંત અધિકારીઓને અપાઈ છે તેમ કલેક્ટરે જાહેર કર્યું હતું તેમજ પાણી પુરવઠા બોર્ડને પણ પ્રાંત અને રૂડા સામે સંકલન સાધી કોઇ ગામમાં પાણીની તકલીફ ઉભી ન થાય તે જોવા તાકિદ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech