હાલમાં બચત ખાતામાં દર વર્ષે ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ડીપોઝીટ પરનું વ્યાજ કરમુક્ત, આ મર્યાદા વધારીને ૫૦,૦૦૦ કરવમાં આવે તેવી સંભાવના
વચગાળાના બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સામાન્ય લોકો માટે બેંક બચત ખાતામાં જમા કરાયેલા નાણાં પર કરમુક્ત વ્યાજની મર્યાદા વધારી શકે છે. હાલમાં, બચત ખાતામાં દર વર્ષે ૧૦,૦૦૦ રૂપિયા સુધીની થાપણો પરનું વ્યાજ કરમુક્ત છે, જો વ્યાજ આ રકમ કરતાં વધી જાય તો લોકોએ ટેક્સ સ્લેબ મુજબ આવકવેરો ચૂકવવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો અંદાજ છે કે સરકાર લોકોને રાહત આપવા માટે આ મર્યાદા વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરી શકે છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે સામાન્ય માણસને ટેક્સ અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહત આપી હતી. માનવામાં આવે છે કે આ વખતે પણ સરકાર આ દિશામાં જાહેરાત કરી શકે છે.
આવકવેરા અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૮૦ ટીટીએ મુજબ, જો કોઈ વ્યક્તિ (૬૦ વર્ષથી ઓછી ઉંમરના) બેંકો, પોસ્ટ ઑફિસ અથવા સહકારી મંડળીઓમાં જાળવવામાં આવેલા બચત ખાતામાંથી ૧૦,૦૦૦ રૂપિયાની સુધીની ટેક્સમાં છૂટ મેળવી શકે છે. જો કે, કરદાતાઓ બેંક એફડી, રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ વગેરે પર મળતા વ્યાજ માટે આ કપાતનો લાભ લઈ શકતા નથી. જ્યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે, સેક્શન ૮૦ ટીટીબી હેઠળ રૂ. ૫૦,૦૦૦ સુધીની વધારાની કપાત ઉપલબ્ધ છે, જે બચત ખાતા, એફડી અને અન્ય વ્યાજની આવક પર લાગુ થાય છે.
બચત ખાતા પર ખૂબ જ ઓછું વ્યાજ
હાલમાં, બચત ખાતામાં વાર્ષિક ૩-૪% વ્યાજ મળે છે. એફડી પર ૭% થી ૮.૬૦% વ્યાજ મળે છે. જો કે, કેટલીક ખાનગી બેંકો બચત ખાતા પર ૭% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે, પરંતુ તેના માટે ખાતામાં ચોક્કસ મર્યાદાથી વધુ રકમ હોવી જોઈએ. નાની બચતને પ્રોત્સાહન આપવા માટે સરકારે ૨૦૧૨ના સામાન્ય બજેટમાં કલમ ૮૦ ટીટીએ હેઠળ આ કપાત રજૂ કરી હતી. જો કે, ત્યારથી કપાતની મર્યાદા અકબંધ છે. લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. તેથી માનવામાં આવી રહ્યું છે કે સરકાર મર્યાદા વધારવા પર વિચાર કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech