રાજકોટમાં રૈયા રોડ પર હનુમાન મઢીથી એરપોર્ટ રોડ તરફના રસ્તે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પિતાની નજર સામે બે વર્ષના બાળકને સ્કૂલ બસે કચડી નાખતા તેનું કમકમાટીભયુ મોત થયું હતું. યુવાન અહીં પાનની દુકાને ફાકી લેતો હતો અને તેનો પુત્ર બાઈક પાસે ઉભો હોય દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી બસે બાળકને હડફેટે લીધો હતો. બનાવના પગલે બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે સ્કૂલ બસ ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હનુમાન મઢી પાસે છોટુનગર શેરી નંબર–૪ માં રહેતા અને મજૂરકામ કરનાર વિક્રમ સોમાભાઈ વાજેલીયા(ઉ.વ ૨૧) નામનો યુવાન ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે આસપાસ તેના બે વર્ષના પુત્ર વિશાલને બાઇકમાં બેસાડી અહીં હનુમાન મઢીથી એરપોર્ટ રોડ ખાતે આવેલા કે.કે.પાન ખાતે ફાકી લેવા માટે ગયો હતો યુવાન ફાકી લેતો હતો તે સમયે તેનો પુત્ર વિશાલ બાઇક પાસે ઊભો હોય દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી પીળા કલરની સ્કૂલ બસ નંબર જીજે ૩ બીવાય ૪૦૫૨ એ બાળકને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત સર્યા બાદ બસ ચાલક બસ લઇ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યેા હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ એસ.એલ. ગોહિલ તથા સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર બાળક બે ભાઈના પરિવારમાં મોટો હતો. બનાવ અંગે બાળકના પિતા વિક્રમ સોમાભાઈ વાજેલીયાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે સ્કૂલ બસ નંબર જીજે ૩ બીવાય ૪૦૫૨ ના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech