જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરાએ પહેરાવાયો ખેસ
જામનગર તાલુકાના અલીયા ગામના કોંગ્રેસના યુવા આગેવાનોએ જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરાની ઉપસ્થિતિમાં મોદીજીના પરિવારમાં જોડાઇ કેશરીયા કરતા ૭૭-જામનગર વિધાનસભામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આહિર સમાજ, લુહાર, લઘુમતી, દલિત સહિત ૧ર૧ જેટલા યુવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની રાષ્ટ્રપ્રેમી કાર્યશૈલીથી પ્રભાવીત થઇ જીલ્લા કાર્યાલય મંત્રી પ્રકાશભાઇ હરીયાણી, હરીશચંદ્રસિંહ જાડેજા, બટુકભાઇ ટોયટા, મનોજભાઇ રામાવત, કનુભાઇ મકવાણાની આગેવાનીમાં ભાજપના જોડાયા હતા. જેમાં અલ્પેશ મકવાણા (પૂર્વ મહામંત્રી, તાલુકા કોંગ્રેસ), રમેશભાઇ મકવાણા, બસીર મલેક, અસલમ દોસાણી, હસુભાઇ પરમાર, હિરેન વડગામા, ભીખુભાઇ ડાંગર, ઉદય પંડ્યા, માનવ નંદાસણા ટેકેદારો વિધિવત ભાજપમાં સામેલ થયા છે.
જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરાએ યુવાન કાર્યકરોને ખેસ પહેરાવી, આવકાર આપેલ અને રાષ્ટ્ર નિર્માણ માટે સહયોગ કરવા અપીલ કરેલ. આ પ્રસંગે લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, કાર્યાલય મંત્રી પ્રકાશભાઇ હરીયાણી ઉપસ્થિત રહેલ હોવાનું મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech