જિલ્લા પંચાયત જામનગર દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
જામનગર જિલ્લા પંચાયત પરિવાર દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ માટે બિનચેપી રોગો માટેનો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. જિલ્લા પંચાયત જામનગર હેઠળ ફરજ બજાવતા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ સ્વસ્થ રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તેવા શુભ હેતુ સાથે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં સર્વેના બી.પી., ડાયાબિટીસ અને હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવેલા. જેમાં 288 જેટલા પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી 27 ડાયાબીટીસના કેસ અને 31 બી.પી.ના દર્દીઓની જી.જી.સરકારી હોસ્પિટલના ફિઝીશીયન ડો.જતીન દેસાઈ દ્વારા સારવાર કરવામાં આવી હતી. ઉક્ત કેમ્પમાં ડો.ધમસાણીયા, ડો.અલ્તાફ, ડો.જયેશ પટેલ, ડો.ભુમિ અને ડો.આફતાબ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી ટેકનિશિયનશ્રી દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.
ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, આર.સી.એચ.ઓ. ડો.નૂપુર કુમારી પ્રસાદ, અન્ય સમિતિના ચેરમેનઓ, કર્મચારી સંઘ હોદેદારો, આરોગ્ય મંડળના હોદેદારો, તાલુકા હેલ્થ ઓફિસરો, ફાર્માસિસ્ટ અને દરેક શાખાના કર્મચારીગણ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ વી.પી.જાડેજા, યજ્ઞેશ ખારેચા અને નીરજ મોદી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech