પરિવારના સભ્યો ખાય કે ન ખાય, લગભગ તમામ ઘરોમાં દૂધી નું શાક બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધી ની ખીર પણ બને છે અને તે સ્વાદમાં એટલી સ્વાદિષ્ટ હોય છે કે પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ ખીર પસંદ કરે છે. ટેસ્ટી હોવા ઉપરાંત આ ખીર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કારણ કે આપણે આ ખીરમાં ખાંડનો ઉપયોગ નથી થતો. તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી.
છીણેલી દૂધી - 1 કપ, દૂધ - 2 કપ, એલચી પાવડર - અડધી ચમચી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ, 2 ચમચી દેશી ઘી, ખજૂર અડધો કપ
દૂધીની ખીર બનાવવા માટે સૌપ્રથમ દૂધીને ચોખ્ખા પાણીથી ધોઈ, તેની છાલ કાઢી લો અને પછી તેને છીણીને બાઉલમાં રાખો. હવે ગેસ ચાલુ કરો અને એક કડાઈમાં 2 ચમચી દેશી ઘી નાખો, તેમાં છીણેલી દૂધી નાખો અને સારી રીતે કૂક કરવા માટે તેને ઢાંકીને રાખો.
જ્યારે દૂધી કૂક થતી હોય, ત્યારે દૂધ ગરમ કરો. દૂધને એક વાસણમાં મૂકો અને તેને મધ્યમ આંચ પર ગરમ કરો જ્યારે દૂધ ઉકળવા લાગે તો ગેસ બંધ કરી દો. હવે દૂધી ચેક કરો. તેમાં ગરમ કરેલું 1 કપ દૂધ ઉમેરો. હવે ધીમી આંચ પર દૂધી અને દૂધને ચઢવા દો. વચ્ચે વચ્ચે ખીરને હલાવતા રહો. આ પછી, કાઢેલા એક કપ દૂધમાં એક કપ ખજૂર ઉમેરો અને તેને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. હવે આ પેસ્ટ અને એલચી પાવડરને ખીરમાં સારી રીતે મિક્સ કરો. હવે આ ખીરને દૂધ સાથે સારી રીતે ભળીને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને રાંધવાની છે. છેલ્લે ડ્રાયફ્રૂટ્સ કાપીને ગાર્નિશ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech