સિહોર તાલુકાના ઘાંઘળી ગામે પતિના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા વૃદ્ધા કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાસી ગયા હતા ત્યારે સિહોરના નાના એવા ગામ ઘાંઘળીમાં ચકચાર મચી જવા પામી હતી અને આ હત્યા શા માટે કરવામાં આવી? હત્યા કરનારા કોણ? આ બધાનું કારણ અકબધં રહ્યું હતું.જયારે પેનલ પીએમમાં દુષ્કર્મ આચરાયુ હોવાનું ખુલતા સિહોર પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શ કરી કરાયો હતો.
સિહોર તાલુકાના ઘાંઘળી ગામે નિવૃત્ત પોલીસ કર્મચારી કૃષ્ણાલાલ ઉપાધ્યાયનું ઘણા સમય પહેલા બીમારી સબબ અવસાન થયું હતું. તેઓને કોઈ
સંતાન ન હતું. તેમનાં અવસાન બાદ તેમનાં વિધવા પત્ની ચંદ્રબાલાબેન ચંદ્રિકાબેન કૃષ્ણલાલ ઉપાધ્યાય (આશરે ઉં.વ. ૮૦) પતિના અવસાન બાદ પોતાના ઘરે એકલવાયું જીવન જીવતા હતા. ત્યારે ગત તા. ૮–૩ ને શનિવારે સાંજના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ચંદ્રિકાબેનનું ગળુ દબાવીને તેમની હત્યા કરી નાસી છૂટયા હતા. આ બનાવનું કારણ અકબધં રહ્યું છે.
પરંતુ લોકમુખે એવું પણ ચર્ચાય રહ્યું છે કે મરણ જનાર પાસે કદાચ કોઈ સોના ચાંદીનાં દાગીના અથવા તો કોઈ મુડી હોય તેનાં માટે પણ કોઈ જાણ ભેદુ દ્રારા હત્યા કરવામાં આવી હોય? આ બનાવ અંગે મરણ જનારના ભત્રીજાના પુત્ર જીતુભાઈ સુરેશભાઈ ઉપાધ્યાય (રે. સિહોર) વાળાએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પ્રવેશ કરી ગળુ દબાવીને હત્યા કરી નાસી ગયેલ હતા. જે મામલે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રગતિમાન કર્યા હતા. ૮૦ વર્ષિય વૃધ્ધાની હત્યાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech