દુબઇનો હવાઇ પ્રવાસ ર019ના ઉનાળામાં મોંઘો થવાની શકયતા

April 3, 2018 at 10:39 am


દુબઇ એરપોર્ટ પર 16 એપ્રિલ ર019થી 4પ દિવસ માટે રનવે બંધ રહેવાનો હોવાથી ત્યાંના સત્તાવાળાઓએ ભારતીય એરલાઇન્સને ફલાઇટ્સની સંખ્યામાં પ0 ટકા ઘટાડો કરવાની સૂચના આપી છે, જેથી આવતા ઉનાળામાં દુબઇ જવા માગતા ભારતીયોએ વધારે હવાઇભાડા ચૂકવવાનો વારો આવે તેવી શકયતા છે.

ભારતની એરલાઇન્સ દુબઇની ફલાઇટ્સ દ્વાર એક સપ્તાહમાં 6પ,000 જેટલી સીટની કેપેસિટી ધરાવે છે. દુબઇ એરપોટ્ર્સના સીઇઓ પોલ ગ્રિફિથ્સે ભારતની કંપ્નીઓને ર7મી ફેબ્રુઆરીએ લખેલા પત્રમાં આ કેપેસિટી અડધી કરવાની સૂચન આપી હતી. તેમણે દુબઇની એમિરેટ્સ અને ફલાઇદુબઇને પણ ફલાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવાની સૂચના આપી હતી. ગ્રિફિથ્સે લખેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે એમિરેટ્સ અને ફલાઇદુબઇ બન્ને એરલાઇન્સે તેમના કુલ ઓપરેશન્સમાં 33 ટકા ઘટાડો કરવાની જર પડશે. દરરોજ મલ્ટિપલ ફલાઇટ્સ ઉડાડતી ભારતીય એરલાઇન્સ સહિતની પેસેન્જર એરલાઇન્સે તેમની કેપેસિટીમાં પ0 ટકા સુધીનો ઘટાડો કરવો પડશે. આ પત્રની એક નકલ ઇકોનોમીક ટાઇમ્સ પાસે છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, દુબઇની એરલાઇન્સ દ્વારા કેપેસિટીમાં 33 ટકા ઘટાડો થશે એટલે એરપોર્ટની કેપેસિટીમાં થતા કુલ ઘટાડામાં પપ ટકા યોગદાન મળશે. પરંતુ ભારતીય એરલાઇન્સ જણાવે છે કે, તેમની કેપેસિટીમાં અમારી સરખામણીએ ઓછો ઘટાડો થશે. જે અયોગ્ય પગલું છે. આપણી સાથે ત્યાં ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગલ્ફની એરલાઇન્સ માટે આપણે શા માટે લાલ જાજમ પાથરવી જોઇએ ? એમ દુબઇની ફલાઇટ્સ ઉડાડતી એક ભારતીય એરલાઇનના એક્ઝિકયુટિવે જણાયું હતું.

print

Comments

comments

VOTING POLL